ભારત ખાતેના અમેરિકન એમ્બેસેડર એરિક ગાર્સેટીએ યુએસ અર્થતંત્રમાં ભારતની વધી રહેલી ભૂમિકાને ઉજાગર કરતાં જણાવ્યું હતું કે, સિલેક્ટયુએસએ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં જ ભારતીય કંપનીઓએ અમેરિકામાં 3. 4 બિલિયન ડોલરના સોદા અને રોકાણો પ્રાપ્ત કર્યા છે.
ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (USIBC) દ્વારા તાજેતરમાં ‘પ્રોમિસ એન્ડ પ્રોસ્પરિટી ઓફ ધ યુએસ-ઈન્ડિયા રીલેશનશિપ’ વિષયક પર આયોજિત કાર્યક્રમમાં ગાર્સેટીએ આ રોકાણોની વ્યાપક અસર વિશે ટિપ્પણી કરીને કહ્યું હતું કે, “અમેરિકન રોકાણો ભારતીયો માટે નોકરીઓ-રોજગારીનું સર્જન કરે છે, જે ભારતમાં આજે સૌથી સકારાત્મક બાબતોમાં સ્થાન ધરાવે છે – સાથોસાથ ભારતીય રોકાણો પણ અમેરિકનો માટે નોકરીઓનું સર્જન કરી રહ્યા છે.”
સિલેક્ટયુએસએ ઇન્વેસ્ટમેન્ટ સમિટનો ઉલ્લેખ કરીને એરિક ગાર્સેટીએ જણાવ્યું હતું કે, “આપણી વચ્ચેના સહયોગથી આર્થિક એકત્રીકરણના કેટલાક નવા શિખરોનું પણ સર્જન થયું છે. છેલ્લા બે વર્ષથી સતત અમેરિકન પ્રતિનિધિઓ અન્ય દેશો કરતા ભારતની વધુ મુલાકાતે આવ્યા હતા.”
“હકીકતમાં, આ વર્ષે ભારતીય પ્રતિનિધિમંડળોએ ઇતિહાસમાં અન્ય કોઈપણ દેશ કરતા અમેરિકાની સૌથી મુલાકાત લીધી હતી. તેમણે અમેરિકામાં સૌથી વધુ ડોલરના સોદા અને રોકાણો પણ કર્યા હતા, જેના પરિણામે ગત વર્ષનો આંકડો 3.4 બિલિયન ડોલર પર પહોંચ્યો હતો.

LEAVE A REPLY