Oxfam India to be probed by CBI
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકન મિલિયોનેર નેવિલ રોય સિંઘમને ન્યૂઝક્લિક કેસ સાથે જોડાયેલ મની લોન્ડરિંગ તપાસમાં ભારતની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે, એમ સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં ગુરુવારે જણાવવામાં આવ્યું હતું. કેન્દ્રીય એજન્સીએ વિદેશ મંત્રાલય દ્વારા સમન્સ પાઠવ્યું હોવાનું માનવામાં આવે છે. સિંઘમ ચીનના શાંધાઇમાં હોવાનું માનવામાં આવે છે અને ઈ-મેલ કરવામાં આવ્યો હતો.

સિંઘમ અમેરિકન બિઝનેસમેન અને સામાજિક કાર્યકર્તા છે. તે આઇટી કન્સલ્ટિંગ કંપની ThoughtWorksના સ્થાપક અને ભૂતપૂર્વ અધ્યક્ષ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે દિલ્હીની અદાલતે એક લેટર રોગેટરી જારી કર્યા પછી પ્રક્રિયા શરૂ થઈ હતી. આ લેટર મદદ માટે ચીની અદાલતોને ઔપચારિક વિનંતી છે. ચીની સત્તાવાળાઓએ ગયા વર્ષે વધુ સીધા સમન્સ આપવાનો ઇનકાર કર્યો હતો.

આતંકવાદ વિરોધી કાયદા UAPA હેઠળ ન્યૂઝ પોર્ટલ ન્યૂઝક્લિકની તપાસ કરવામાં આવી રહી છે. ચીની પ્રોપેગેન્ડા ભારતમાં ફેલાવવા માટે આ ન્યૂઝ પોર્ટલે ચીન તરફથી ફંડિગ મેળવ્યું હોવાનો આરોપ છે. સિંઘમનું નામ ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના એક અહેવાલમાં આપવામાં આવ્યું હતું જેમાં આવી સામગ્રીના વૈશ્વિક પ્રસારમાં તેમની સંડોવણીનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

દિલ્હી પોલીસની ફરિયાદના આધારે EDએ તેની તપાસ શરૂ કરી હતી અને ઓક્ટોબરમાં ન્યૂઝક્લિકના સ્થાપક પ્રબીર પુરકાયસ્થ સહિત અનેક પત્રકારોના ઘરો અને ઓફિસો પર દરોડા પાડવામાં આવ્યા હતા. પુરકાયસ્થ અને વેબસાઈટના માનવ સંસાધન વડા અમિત ચક્રવર્તી સહિત અન્ય લોકોની કલાકો પછી ધરપકડ કરવામાં આવી હતી. એફઆઈઆરમાં આરોપ છે કે ન્યૂઝક્લિકને 2018/19માં યુનાઇટેડ સ્ટેટ્સમાં રજિસ્ટર્ડ વર્લ્ડવાઇડ મીડિયા હોલ્ડિંગ્સ એલએલસી પાસેથી ₹9.59 કરોડનું ભંડોળ મળ્યું હતું અને આ FDI કાયદાનું ઉલ્લંઘન હતું. દસ્તાવેજમાં દાવો કરવામાં આવ્યો છે કે “નેવિલ રોય સિંઘમે છેતરપિંડીથી વિદેશી ભંડોળ મોકલ્યું હતું

 

LEAVE A REPLY