Indian organization awarded UNESCO International Literacy Award

ભારતમાં ભૂવનેશ્વર ખાતેની કલિંગ સામાજિક વિજ્ઞાન સંસ્થાને સર્વોચ્ચ યુનેસ્કો આંતરરાષ્ટ્રીય સાક્ષરતા પુરસ્કાર 2022થી સન્માનિત કરાઈ છે. આ પુરસ્કારમાં 20 હજાર અમેરિકન ડોલર, ચંદ્રક અને એક પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવે છે. 8 સપ્ટેમ્બરે કોટે ડી આઈવરમાં યુનેસ્કો દ્વારા આયોજીત વિશ્વકક્ષાના પુરસ્કાર સમારોહમાં આ એવોર્ડ એનાયત કરાયો હતો. ભારતમાંથી આવી પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત કરનાર આ પાંચમી સંસ્થા છે. જ્યારે આ આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરનારી ઓડિશાની પ્રથમ અને એકમાત્ર સંસ્થા છે. આ ભારતીય બિન સરકારી સંસ્થામાં પુરસ્કાર પ્રાપ્ત કરનાર ત્રીજી સંસ્થા છે. કોઈ આદિવાસી આધારિત સંસ્થાને આ સન્માન મળ્યું હોય એવી દેશની આ પ્રથમ સંસ્થા છે. જે ભારત માટે ગૌરવની વાત છે. સંસ્થાને આ પુરસ્કાર મળ્યો હોવાની જાહેરાત સંસ્થાપક ડૉ. અચ્યુત સામંતે પરિસરમાં આયોજીત આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસના અવસરે ઉજવણી દરમિયાન કરી હતી. આ જાહેરાતને 30 હજાર સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સવ તરીકે ઉજવવામાં આવી હતી. આ સંપૂર્ણપણે નિઃશૂલ્ક આવાસીય શિક્ષણ સંસ્થા છે. જેની સ્થાપના પ્રસિદ્ધ શિક્ષણવિદ્ અને સામાજિક કાર્યકર્તા ડો.અચ્યુત સામંતે કરી હતી. 1993માં 15 વિદ્યાર્થીઓ સાથે સ્થાપિત આ સંસ્થા આજે આદિવાસી બાળકો માટે દુનિયાની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા બની ગઈ છે. સંસ્થા યુનાઇટેડ નેશન્સની વિભિન્ન શાખાઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે જોડાણ ધરાવે છે. આ સંસ્થા કલિંગ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રિયલ ટેક્નોલોજી સાથે સંલગ્ન છે.

LEAVE A REPLY