હિમેશ રેશમિયા, વિશાલ દદલાની અને નેહા કક્કરની બનેલી લાજવાબ જજિંગ પેનલ સાથે ભારતનો વિખ્યાત શો સંગીત શો ઇન્ડીયન આઇડોલ તા. 28 નવેમ્બરના રોજથી ખાસ પ્રીમિયર સાથે સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન પર પ્રદર્શિત થશે. જે દર શનિવાર અને રવિવારે રાત્રે 8 વાગ્યે પ્રસારિત થશે.
સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન, નાના પડદા પર સૌથી પ્રિય વોકલ ટેલેન્ટ હન્ટ પ્લેટફોર્મ્સમાંથી એક, ઇન્ડિયન આઇડોલની 12મી સીઝન અનાવરણ માટે તૈયાર છે. ફ્રીમેંટલ મીડિયા દ્વારા આ શોનું નિર્માણ કરાયું છે એમ ડીજીટલ પત્રકાર પરિષદમાં જણાવાયું હતું.
આ વર્ષની જજિંગ પેનલમાં જાણીતા ગાયક અને સંગીતકાર વિશાલ દાદલાની, લોકપ્રિય ગાયક અને યુવા આયકન નેહા કક્કર અને ખૂબ જ પ્રિય હિમેશ રેશમિયા સેવા આપશે. દર વર્ષની જેમ, ઇન્ડિયન આઇડોલ સમૃદ્ધ બહુ-સાંસ્કૃતિક અને વૈવિધ્યસભર ભારતભરની સંગીત પ્રતિભાની શોધ કરશે. ટોચના 15 વચ્ચેની સ્પર્ધા વધુ તીવ્ર બનશે, કારણ કે પ્રેક્ષકો અને જજીસ તેમના મનપસંદ સ્પર્ધકોને મત આપે છે. આદિત્ય નારાયણ નવી સીઝનના શોના હોસ્ટ તરીકે જોવા મળશે.