ભારત સરકારે દેશમાં કથિત માનવાધિકાર ઉલ્લંઘન અંગેના યુએસ સ્ટેટ ડીપાર્ટમેન્ટના રીપોર્ટને તાજેતરમાં ફગાવ્યો હતો. અમેરિકાએ પોતાના રીપોર્ટમાં દાવો કર્યો હતો કે મણિપુરમાં વંશીય હિંસા ફેલાયા પછી રાજ્યમાં માનવાધિકારનું વ્યાપક ઉલ્લંઘન થયું હતું. આ ઉપરાંત દેશમાં બીબીસી ઓફિસ પર ઈન્કમટેક્સ વિભાગના દરોડા અને ગુજરાતમાં રાહુલ ગાંધી સાથે જોડાયેલા એક કેસનો પણ રીપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ રીપોર્ટને ભારતીય વિદેશ મંત્રાલયે પક્ષપાતી માનીને સંપૂર્ણ રીતે ફગાવ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તાજેતરમાં નવી દિલ્હીમાં મીડિયાને જણાવ્યું હતું કે, કોલંબિયા યુનિવર્સિટી અને અમેરિકાની અન્ય યુનિવર્સિટીઓમાં વિરોધ પ્રદર્શન અંગેના રીપોર્ટ્સ અમારા ધ્યાનમાં છે અને સંબંધિત ઘટનાઓ પર અમારી છે. દરેક લોકતંત્રમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા, જવાબદારીની ભાવના અને જાહેર સુરક્ષા અને વ્યવસ્થા વચ્ચે યોગ્ય સંતુલન હોવું જોઈએ.

LEAVE A REPLY