અમેરિકાની એક ફેડરલ કોર્ટે 200 લોકો સાથે ઓછામાં ઓછા 150,000 ડોલરની છેતરપિંડી કરવામાં ભૂમિકા બદલ એક ભારતીય યુવાનને એક વર્ષથી વધુની જેલ સજા કરી છે. કોર્ટના ડોક્યુમેન્ટ્સમાં જણાવ્યા મુજબ અનિકખાન યુસુફખાન પઠાણ (29) સ્ટુડન્ટ વીસા પર અમેરિકામાં છે. તેણે ભારતમાં કેટલાક લોકો સાથે મળીને અમેરિકામાં અંદાજે 200 લોકોને છેતરપિંડી કરવાનું ષડયંત્ર રચ્યું હતું.
બુધવારે વર્જિનિયાના પૂર્વીય જિલ્લાના યુએસ એટર્ની જી ઝાચરી ટેરવિલેગરે જણાવ્યું હતું કે, અનિકખાન યુસુફખાન પઠાણે એક ઇન્ટરનેશનલ છેતરપિંડી સ્કીમમાં ભાગ લીધો હતો અને તેણે 200 મહેનતું અમેરિકન્સને પોતાનો શિકાર બનાવ્યા.
ઘણા કેસમાં કૌભાંડીઓએ તે લોકોને ઓળખી કાઢ્યા હતા જેમણે તાજેતરમાં બેંકમાંથી લોન લીધી હોય. અન્ય કેસીઝમાં, કૌભાંડીઓએ જાણ્યું કે કઇ મોર્ગેજ કંપની પીડિતો સાથે સંકળાયેલી છે અથવા તે કંપનીનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કર્યો છે, જેની સાથે પીડિતે થોડા સમયમાં બિઝનેસ કર્યો હોય.
ટેરવિલગરે જણાવ્યું હતું કે, ભારત સ્થિત અનિકખાનના અન્ય કૌભાંડીઓએ પીડિતોનું આર્થિક શોષણ કર્યું જેમણે મોર્ગેજની ચૂકવણી કરી અને લોન માટે અરજી કરવાનો પ્રયાસ કરતા હતા. પાયાની, વધુ જરૂરીયાત, નાણાકીય કાર્યો પૂર્ણ કરવાનો પ્રયાસ કરતી વખતે વ્યક્તિઓએ કૌભાંડો અંગે ચિંતિત ન થવું જોઇએ. દરેક કેસમાં કૌભાંડીઓએ પીડિતોને મનીગ્રામ અથવા વેસ્ટર્ન યુનિયન જેવી મની ટ્રાન્સફર સર્વિસનો ઉપયોગ કરીને ખોટી ઓળખ આપીને નાણાં મોકલાવીને છેતરપિંડી કરી હતી.
એક મીડિયા રીલીઝમાં જણાવ્યા મુજબ, તેમણે નોર્ધન વર્જિનિયાભરમાં મની ટ્રાન્સફર સર્વિસીઝથી પીડિતના નાણાં વસૂલવા માટે ઓછામાં ઓછા 67 નકલી ઓળખપત્રોનો ઉપયોગ કર્યો છે. સ્કીમ મુજબ પઠાણે પીડિતના નાણાંનો એક હિસ્સો પોતાની પાસે રાખ્યો અને બાકી નાણાં ભારતમાં અજાણ્યા વ્યક્તિઓ ષડયંત્રકારોના બેંક ખાતામાં જમા કર્યા હતા.