Istockphoto

પાકિસ્તાનના મેરિટાઇમ સત્તાવાળાએ પોતાની જળસીમામાં માછીમારી બદલ ભારતના 31 માછીમારોની ધરપકડ કરીને તેમને પાંચ હોડી જપ્ત કરી હતી. રવિવારે પાકિસ્તાન મેરિટાઇમ સિક્યોરિટી એજન્સીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન એક્સ્લૂસિવ ઝોનમાં પેટ્રોલિંગ દરમિયાન શુક્રવારે ઘૂસણખોરી કરનારી હોડીઓ જપ્ત કરવામાં આવી છે. એક જહાજે 31 માછીમારો સાથે ભારતની પાંચ હોડી જપ્ત કરી છે. પાકિસ્તાનના કાયદા અને સમુદ્ર કાયદા અંગેની યુએન સમજૂતી મુજબ કાનૂની કાર્યવાહી કરવા માટે બોટ કરાચી લાવવામાં આવી છે.

પાકિસ્તાન અને ભારત સમુદ્ર સીમાના ઉલ્લંઘન બદલ વારંવાર એકબીજાના માછીમારોને ધરપકડ કરતા રહે છે. હાલમાં ભારત અને પાકિસ્તાનની સમુદ્ર સીમા સ્પષ્ટ નથી. સામાન્ય રીતે આવા માછીમારોને જેલમાં મોકલવામાં આવે છે.

આ વર્ષના પ્રારંભમાં ભારત અને પાકિસ્તાને એકબીજાની જેલમાં રહેલા કેદીઓની યાદીની આપલે કરી હતી. તે મુજબ ભારતના આશરે 628 નાગરિકો પાકિસ્તાનની જેલમાં છે, જેમાં 577 માછીમારો છે. ભારતની જેલમાં પાકિસ્તાના આશરે 355 કેદીઓ છે, જેમાં 282 માછીમારો છે.