સંરક્ષણ મંત્રાલયે કેન્દ્રીય ફીલ્મ સેન્ટર બોર્ડ (સીબીએફસી) ઈલેકટ્રોનીક અને ઈનકોર્પોરેશન ટેકનોલોજી મંત્રાલય અને માહિતી પ્રસારણ મંત્રાલયને સૂચના આપી છે કે સુરક્ષા દળો પર આધારીત (આર્મી બેઝડ થીમ) બનેલી ફીલ્મો, ડોકયુમેન્ટરી અથવા વેબસીરીઝ પ્રસારીત કરતાં પહેલા પ્રોડકશન હાઉસીસ નો-ઓબ્જેકશન સર્ટીફીકેટ લે તે જરૂરી છે.
સંરક્ષણ મંત્રાલયે સેન્ટ્રલ બોર્ડ ઓફ સર્ટીફીકેશન (સીબીએફસી)ને લખ્યું છે કે, લશ્કરી દળો પર આધારીત ફીલ્મા અથવા વેબસીરીઝના નિર્માતાઓને ટેલીકાસ્ટ કરતા પહેલા એનઓસી લેવું જોઈએ.
આ પત્ર 27 જુલાઈએ લખવામાં આવ્યો હતો. સંરક્ષણ મંત્રાલયે ભારતીય લશ્કરના જવાનોને અપમાનજનક રીતે ફીલ્મ અને વેબસીરીઝમાં ચિત્રિત કરી ખોટી ઈમેજ પેશ કરવા સંબંધી કેટલીક ફરિયાદો મળ્યાનું જણાવ્યું છે. આવી ફરિયાદો પછી સંરક્ષણ મંત્રાલયે આ નિર્ણય લીધો છે.
સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ભારતીય લશ્કર પર બનાવાયેલી ફીલ્મો અને તેના દ્દશ્યોનું એનઓસી વગર પ્રસારણ કરવામાં નહીં આવે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે સુરક્ષા દળોની છબી બગાડતા અને લોકોની ભાવનાને ઠેસ પહોંચાડતી ઘટનાઓ રોકવા આ પગલું લેવાયું છે. એકતાકપુરની એક વેબ સીરીઝ ‘એકસએકસએકસ અન સેન્ફોર્ડ’ બાબતે તાજેતરમાં મોટો વિવાદ થયો હતો.
આ વેબ સીરીઝનાં એક એપીસોડમાં ચિત્રિત એક દ્દશ્ય સામે લોકોના એક વર્ગે વિરોધ કર્યો હતો. આ દ્દશ્યમાં એક મહિલા પોતાના ફૌજી પતિની ગેરહાજરીમાં પોતાના પ્રેમીને બોલાવી તેની સાથે દેહસંબંધ બાંધતી દર્શાવાઈ છે. વિવાદનું મુખ્ય કારણ એ પણ છે કે તે સ્ત્રી તેના પ્રેમીને પતિનો લશ્કરી યુનિફોર્મ પહેરાવે છે અને તે દર્દીને ફાડી નાખે છે. આ મામલે ઘણો વાદવિવાદ થયો હતો, અને એકતા કપુરે પછી માફી પણ માંગી હતી.