સિંગાપોરમાં, ભારતીય મૂળના નેતા પ્રીતમ સિંહે અહીં વિપક્ષના પ્રથમ નેતા તરીકેનો કાર્યભાર સંભાળતાં ઇતિહાસ રચ્યો. સોમવારે સંસદે તેમને આ જવાબદારી સોંપી હતી. સિંહની વર્કર્સ પાર્ટી સિંગાપોરના સંસદીય ઇતિહાસમાં સૌથી મોટા વિપક્ષ તરીકે ઉભરી આવી હતી, 10 જુલાઈની સામાન્ય ચૂંટણીમાં 93 માંથી 10 બેઠકો જીતી હતી.
સત્રની શરૂઆતમાં, ગૃહના નેતા ઈન્દ્રાણી રાજાએ 43 વર્ષિય સિંહને ઓપચારિક રીતે દેશના વિપક્ષના નેતા તરીકે માન્યતા આપી હતી. ભારતીય મૂળના ઇન્દ્રાણી રાજા શાસક પીપલ્સ એક્શન પાર્ટી (પીએપી) ના નેતા છે. પીએપી પાસે ગૃહમાં 83 સભ્યો સાથે બહુમતી છે. ન્યૂઝ એશિયાના જણાવ્યા અનુસાર, પ્રીતમ સિંહ હવે વડા પ્રધાન લી હસિન લોંગની સામે બેસશે.
પ્રીતમ સિંહે પોતાના ભાષણમાં વિદેશીઓ અને તેઓ જે સંજોગોમાં જીવી રહ્યા છે તેના પર ધ્યાન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે વિદેશીઓની હાજરી સિંગાપોરને વાઇબ્રેન્સી આપે છે જે આપણને આર્થિક રીતે સુસંગત બનાવે છે અને આપણા સાથી સિંગાપોરના લોકોને નોકરી અને તકો આપે છે.