અમેરિકામાં ઘણા વર્ષો સુધી બાળકો અને મહિલાઓના સેંકડો નગ્ન ફોટોગ્રાફ્સ અને વીડિયો લેવા બદલ 40 વર્ષીય ભારતીય ડોક્ટરની આઠ ઓગસ્ટે ધરપકડ કરાઈ હતી. ઓમૈર એજાઝે બાથરૂમ, ચેન્જિંગ એરિયા, હોસ્પિટલના રૂમ અને તેના ઘરમાં પણ ઘણી જગ્યાએ છુપા કેમેરા લગાવ્યા હતાં તથા ફોટા અને વીડિયો લીધા હતાં.
મીડિયા રીપોર્ટ અનુસાર તેને બે વર્ષના નાના બાળકોના ફોટોગ્રાફ્સ પણ લીધાં હતા અને વીડિયો બનાવ્યા હતા. ઈજાઝની પત્નીને આપત્તિજનક સામગ્રી મળી હતી ત્યારે અધિકારીઓને તેના ગુનાઓ વિશે જાણ થઈ હતી. આ પહેલા તેનો કોઈ ગુનાહિત ઈતિહાસ નહોતો. ઓકલેન્ડ કાઉન્ટી શેરિફે મંગળવારે જણાવ્યું હતું કે એજાઝે બેભાન અવસ્થા અથવા ઊંધી રહી હતી ત્યારે ઘણી સ્ત્રીઓ સાથે કથિત રીતે સેક્સ કર્યું હતું અને તેનું રેકોર્ડિંગ કર્યું હતું.
એજાઝનું સેક્સ સ્કેન્ડલ કેટલું મોટું છે તેની વિગતો હજુ સુધી મળી હતી. શેરિફ માઇક બાઉચાર્ડે જણાવ્યું હતું કે સંપૂર્ણ તપાસમાં મહિનાઓ લાગશે. અધિકારીઓને શંકા છે કે બીજા ઘણા ઘણા પીડિતો હોઈ શકે છે. તપાસકર્તાઓ મિશિગન રાજ્યમાં ઓકલેન્ડ કાઉન્ટીના શહેર રોચેસ્ટર હિલ્સમાં એજાઝના ઘરેથી મળી આવેલા હજારો વીડિયોની તપાસ કરી રહ્યાં છે.
એજાઝના ઘરેથી કમ્પ્યૂટર, ફોન અને 15 એક્સટર્નલ ડિવાઇસિસ જપ્ત કરાઈ છે. એક જ હાર્ડ ડ્રાઇવમાં આશરે 13,000 વીડિયો મળી આવ્યાં છે. તેને ક્લાઉડ સ્ટોરેજમાં પણ અપલોડ કરાયા હોવાની આશંકા છે.
આરોપી ક્લિન્ટન ટાઉનશીપમાં હેનરી ફોર્ડ મેકોમ્બ હોસ્પિટલમાં અને ગ્રાન્ડ બ્લેન્કમાં એસેન્શન જેનેસીસ હોસ્પિટલમાં કામ કરતો હતો. તેને એક કંપની સાથે કરાર હેઠળ ફિઝિશિયન તરીકે કામ કરતો હતો અને વિવિધ હોસ્પિટલમાં તેને મોકલવામાં આવતો હતો. તે 2011માં વર્ક વિઝા પર ભારતથી અમેરિકા આવ્યો હતો. અલાબામામાં સમય વિતાવતા પહેલા આરોપીનું રહેઠાણ સિનાઈ ગ્રેસ હોસ્પિટલમાં હતું. તે 2018માં મિશિગન પાછો ફર્યો હતો.

LEAVE A REPLY