Relations with China require mutual respect: Modi
મોદીએ હિરોશિમામાં ભારતીય ડાયસ્પોરા સાથે વાર્તાલાપ કર્યો હતો. (ANI Photo)

વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ તરીકે ચીનને પાછળ છોડીને વિકાસના ક્ષેત્રે આગળ વધી રહેલા ભારતના ઇમીગ્રન્ટ્સ તેમના ચીની સમકક્ષો કરતાં વધુ સફળ છે અને મોટી માત્રામાં વિદેશમાં વસી રહ્યા છે. ભારતીય ડાયસ્પોરા 2010થી વિશ્વમાં સૌથી વધુ છે એમ ધ ઇકોનોમિસ્ટના અહેવાલમાં જણાવાયું છે.

વિશ્વભરમાં ફેલાયેલા વિવિધ દેશોના કુલ 281 મિલિયન ઇમીગ્રન્ટ્સમાંથી 2020ના યુએન અંદાજ અનુસાર 18 મિલિયન એકલા ભારતના છે. તે પછી મેક્સીકનની સંખ્યા 11.2 મિલિયન અને ચાઈનીઝની સંખ્યા 10.5 મિલિયન છે. ભારતીય ડાયસ્પોરાની જીત ભારતને આગળ ધપાવે છે અને તેનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફાયદો થાય છે.

2022માં ભારતના માઇગ્રન્ટ્સે લગભગ $108 બિલિયનની રેકોર્ડ રકમ ભારત મોકલી હતી. જે જીડીપીના લગભગ 3%, અન્ય કોઈપણ દેશ કરતા વધુ છે. સંપર્ક, ભાષા કૌશલ્ય અને જાણકારી ધરાવતા વિદેશી ભારતીયો ક્રોસ બોર્ડર વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપે છે.

બીજી, ત્રીજી અને ચોથી પેઢીના ચાઈનીઝ મોટી સંખ્યામાં વિદેશમાં રહે છે, ખાસ કરીને દક્ષિણ-પૂર્વ એશિયા, અમેરિકા અને કેનેડામાં. પરંતુ અમેરિકા અને બ્રિટન સહિત ઘણા સમૃદ્ધ દેશોમાં રહેતા ભારતીય મૂળના લોકોની સંખ્યા ચીનમાં જન્મેલા લોકો કરતાં વધી ગઈ છે.

ભારતના લોકો વિશ્વભરમાં વસે છે, જેમાં 2.7 મિલિયન લોકો અમેરિકામાં, 835,000થી વધુ બ્રિટનમાં, 720,000 કેનેડામાં, 579,000 લોકો ઓસ્ટ્રેલિયામાં, સંયુક્ત આરબ અમીરાતમાં 3.5 મિલિયન અને સાઉદી અરેબિયામાં 2.5 મિલિયન ભારતીય માઇગ્રન્ટ્સ રહે છે. આ ઉપરાંત ઘણા લોકો આફ્રિકા, એશિયાના અન્ય ભાગોમાં અને કેરેબિયન દેશોમાં રહે છે.

અમેરિકામાં પાંચ વર્ષથી વધુ ઉંમરના માત્ર 22% ભારતીય ઇમિગ્રન્ટ્સ પાસે અંગ્રેજી ભાષા પર મર્યાદિત કમાન્ડ નથી, જ્યારે ચાઇનીઝ ઇમિગ્રન્ટ્સની સંખ્યા 57% છે. 2022માં અમેરિકાના કુશળ કામદારોના H-1B વિઝા મેળવનારા લોકોમાં 73% ભારતમાં જન્મેલા હતા.

ભારતની ચુનંદી IITના ટોચના 1,000 વિદ્યાર્થીઓમાંથી 2010માં 36% વિદેશમાં સ્થળાંતર કરી ગયા હતા. જે આંકડો 8 વર્ષ પછી વધીને 62% થઈ ગયો હતો. મોટા ભાગના અમેરિકા ગયા હતા. 2019માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે સ્પર્ધાત્મક કોન્ફરન્સ માટે પેપર્સ સ્વીકારાયા હોય તેવા ટોચના 20% સંશોધકોમાંથી 8% લોકોએ તેમની અંડરગ્રેજ્યુએટ ડિગ્રી ભારતમાં કરી હતી. અમેરિકામાં વસતા શાળાની ઉંમરથી ઉપરના લગભગ 80% ભારતીય મૂળના લોકો ઓછામાં ઓછી અંડરગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવે છે. ચાઇનીઝનું પ્રમાણ માત્ર 50% છે અને કુલ વસ્તીનું પ્રમાણ 30% લોકોનું છે. ઑસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના લોકોનું પ્રમાણ 66 ટકા, ચાઇનીઝનું 50 ટકા અને કુલ વસ્તીનું પ્રમાણ 33 ટકા છે.

ભારતીય ઇમીગ્રન્ટ્સ જે દેશોમાં ગયા છે ત્યાં તેઓ પ્રમાણમાં શ્રીમંત છે. અમેરિકામાં ભારતીય પરિવારોની કમાણી દર વર્ષે લગભગ $150,000 છે, જે સૌથી વધુ કમાણી કરનાર માઇગ્રન્ટ જૂથ છે. જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં બમણું છે. ચાઇનીઝ પરિવારની આવક $95,000થી વધુ છે. ઑસ્ટ્રેલિયામાં ભારતીય પરિવારની આવક દર વર્ષે $85,000ની છે, જ્યારે ચાઇનીઝની આવક $56,500 છે.

એસએન્ડપી 500 કંપનીઓમાં ભારતીય મૂળના ચીફ એક્ઝિક્યુટિવ્સની સંખ્યા 25 છે જે એક દાયકા પહેલા 11 હતી અને તે આંકડો વધવાની ખાતરી છે. હવે એડોબી, અલ્ફાબેટ, ગુગલ, IBM અને માઇક્રોસોફ્ટનું નેતૃત્વ ભારતીય મૂળના લોકો દ્વારા કરાય છે. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ સહિત પાંચ અગ્રણી બિઝનેસ સ્કૂલમાંથી ત્રણના ડીન પણ ભારતીય મૂળના છે.

બ્રિટનના હાઉસ ઓફ કોમન્સમાં ભારતીય વારસાના 19 લોકો સહિત વડાપ્રધાન ઋષિ સુનક છે. ઓસ્ટ્રેલિયાની સંસદમાં છ અને અમેરિકાની કોંગ્રેસમાં પાંચ ભારતીય છે. ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનો ઉછેર એક તામિલ ભારતીય માતા દ્વારા થયો હતો. અજય બંગ્ગાને ગયા મહિને વિશ્વ બેંકનું નેતૃત્વ કરવા પસંદ કરાયા હતા.

અમેરિકા ચીન સાથેના નવા શીતયુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે અને કોવિડ-19 રોગચાળો ચીનથી શરૂ થયો તે જોતા પશ્ચિમના લોકો ચીનને દુશ્મન તરીકે જુએ છે. તાજેતરના સર્વેક્ષણમાં, 84% લોકોએ ચીનને ખૂબ જ પ્રતિકૂળ તરીકે જોયું હતું. જ્યારે ભારત માટે માત્ર 27% લોકો સમાન નકારાત્મક અભિપ્રાય ધરાવે છે.

ચીન પરત્વેના અવિશ્વાસને કારણે હ્યુવાવે પર જાસૂસી માટે અમેરિકામાં પ્રતિબંધ મૂકાયો છે અને કેટલાક યુરોપિયન દેશો તેને અનુસરી રહ્યા છે. જેની સામે ઉદાર મૂલ્યોથી ભરપૂર લોકશાહી દેશ હોવાના ભારતના દાવાઓ તેના ડાયસ્પોરાને પશ્ચિમી દેશોમાં વધુ સરળતાથી એકીકૃત થવામાં મદદ કરે છે.

LEAVE A REPLY