વિશ્વના આઠમાં સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી ઈંગ્લિશ પ્રીમિયર લીગની ટોચની ક્લબ લિવરપૂલ ખરીદવા મેદાનમાં છે. ક્લબના હાલના માલિક ફેનવે સ્પોર્ટસ ગ્રુપ (FSG)એ લિવરપુલ વેચવાનું એલાન કરી દીધું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે FSG 4 બિલિયન પાઉન્ડમાં ક્લબ વેચવા તૈયાર છે.
લગભગ 90 બિલિયન પાઉન્ડની નેટવર્થ સાથે ફોર્બ્સ દ્વારા અંબાણીને વિશ્વના આઠમા સૌથી ધનિક વ્યક્તિ તરીકેનો ક્રમ અપાયો છે. તેમણે લિવરપુલ ક્લબ ખરીદવામાં રસ દાખવ્યો છે. FSGએ 2010માં લિવરપુલની માલિકી હસ્તગત કરી હતી. FSGએ ગયા અઠવાડિયાની શરૂઆતમાં ફૂટબોલ જગતને સ્તબ્ધ કરી દેતી ક્લબને વેચવાના પોતાના ઈરાદાની જાહેરાત કરી હતી.
અંબાણી ઈન્ડિયામાં આઈપીએલની મુંબઈ ઈન્ડિયન્સની ટીમની માલિકી ધરાવે છે તથા ઈન્ડિયન સુપર લિગ ફૂટબોલ સ્પર્ધાનું પણ સંચાલન કરે છે. તેઓ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનના કોમર્સિયલ પાર્ટનર પણ છે.