New law proposed to end racial discrimination in California
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિની આગેવાની હેઠળ કોંગ્રેસના ઇન્ડિયન અમેરિકન પ્રતિનિધિઓએ 29 માર્ચે એક પત્ર લખી મંદિરોમાં તાજેતરની તોડફોડ અને  હુમલાઓની ઘટનાઓની તપાસની સ્થિતિ અંગે ન્યાય વિભાગ પાસેથી માહિતી માગી છે. આ પત્રમાં રો ખન્ના, શ્રી થાનેદાર, પ્રમિલા જયપાલ અને અમી બેરાએ પણ હસ્તાક્ષર કર્યા છે. તેમણે દેશમાં હિંદુઓને નિશાન બનાવતા દ્વેષપૂર્ણ ગુનાઓ સામે ન્યાય વિભાગની વ્યાપક વ્યૂહરચના અંગે પણ માહિતી માગી છે.

ન્યાય વિભાગના નાગરિક અધિકાર વિભાગના ક્રિસ્ટન ક્લાર્કને પત્ર લખીને જણાવ્યું છે કે ન્યૂયોર્કથી લઈ કેલિફોર્નિયાના મંદિરો પરના હુમલાઓની ઘટનાએ હિંદુ અમેરિકનોને ખૂબ જ ચિંતામાં મુકી દીધા છે. અસરગ્રસ્ત સમુદાયોના નેતાઓ ચિંતા વ્યક્ત કરી છે કે આ ઘટનાઓમાં સંડોવાયેલા શંકાસ્પદો અંગે હજુ સુધી કોઈ પુરાવાઓ મળ્યા નથી, જેના કારણે ઘણા લોકો ભય અને આતંકમાં જીવી રહ્યા છે. સમુદાયો આ પૂર્વગ્રહ-પ્રેરિત ગુનાઓમાં કાયદાકીય કામગીરી જે રીતે થઈ રહી છે એના વિશે ચિંતિત છે અને પ્રશ્ન કરે છે કે શું ફેડરલ એજન્સી કાયદા હેઠળ સમાન સુરક્ષાની ખાતરી કરવા માટે યોગ્ય દેખરેખ કરી રહી છે કે નહીં.”

પત્રમાં જણાવાયું છે કે આ ઘટનાઓ બની અને તેમના ઈરાદાઓ જે પ્રમાણે બહાર આવી રહ્યા છે તે અનેક સવાલો ઊભા કરે છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પાંચ ભારતીય-અમેરિકન સાંસદો કાર્યરત છે. આ પાંચેય સાંસદોને એક મુદ્દા પર એકસાથે આવતા જોવાનું બહુ જ દુર્લભ ઘટનાક્રમ સમાન છે. આ સમયે સાંસદોના પ્રશ્નોના કારણે અમેરિકામાં હિન્દુફોબિયાની વધતી ઘટનાઓનો મુદ્દો ફરી એકવાર સામે આવ્યો છે. કોંગ્રેસના પાંચ સભ્યોએ 18 એપ્રિલ સુધીમાં આ માહિતી આપવા અનુરોધ કર્યો છે.

LEAVE A REPLY