ભારતમાં હવાઇ મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને એરલાઇન્સ કંપનીઓ મોટાપાયે વિમાનો ખરીદવાનું આયોજન કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ જુદી જુદી એરલાઇન્સે કુલકંપનીઓએ 1120 જેટલા વિમાનો ખરીદવાનો ઓર્ડર આપ્યો છે. આકાશ એરલાઈન્સ શરૂ થઇ તેના બે વર્ષ કરતા પણ ઓછા સમયમાં 150 વિમાનોનો ઓર્ડર આપ્યો હતો. આ કંપનીએ તાજેતરમાં 150 બોઈંગ 737 મેક્સ પ્લેનનો ઓર્ડર આપ્યો છે, જેમાં 7373 મેક્સ 10 અને 737 મેક્સ 8-200 જેટનો સમાવેશ છે. ભારતમાં ગત વર્ષે સ્થાનિક એર ટ્રાફિક સતત વધ્યો હતો અને નવા શિખર પર પહોંચ્યો હતો. તેને પગલે એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ કુલ 970 વિમાનોના ઓર્ડર આપ્યા હતા. બોઈંગ અને એરબસને આ ઓર્ડર આપવામાં આવ્યા હતા.

અગાઉ સરકારી અને હવે તાતા ગ્રુપની એર ઈન્ડિયાએ 470 પ્લેનનો ગત વર્ષે ફેબ્રુઆરીમાં ઓર્ડર આપ્યો હતો. તેમાં એરબસને 250 અને બોઈંગને 220 પ્લેનનો ઓર્ડર આપ્યો હતો. ત્યારબાદ જૂનમાં દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોએ એક સાથે 500 પ્લેનનો ઓર્ડર આપવાની જાહેરાત કરી હતી. તેણે એરબસને આ ઓર્ડર આપ્યો હતો. આમ, તેના ઓર્ડર આપેલા પ્લેનની કુલ સંખ્યા 1000ની થઈ ગઈ છે. આર્થિક સંકટમાં મુકાયેલી ગો ફર્સ્ટની ફ્લાઈટ ગત મે મહિનાથી બંધ છે જેણે 72 વિમાનના ઓર્ડર આપ્યા હતા. સ્થાનિક એરલાઇન્સ કંપનીઓએ કુલ 1600 વિમાનોના ઓર્ડર આપ્યા હતા જે આગામી વર્ષોમાં તબક્કાવાર રીતે મળશે. અત્યારે કુલ 730 વિમાનો સંચાલિત છે. નાગરિક ઊડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા કહ્યું હતું કે, દેશની વિમાન કંપનીઓની ફ્લીટ સાઈજ વર્ષ 2030 સુધીમાં 1500-2000 થઈ જશે. ભારત વિશ્વમાં સૌથી ઝડપી વૃદ્ધિ કરતું એવિએશન માર્કેટ પૈકીનું એક છે.

LEAVE A REPLY