સાત ધનિક દેશોના ગ્રૂપ જી-7એ પહેલી જાન્યુઆરીથી રશિયન હીરા પર સીધા પ્રતિબંધની જાહેરાત કરી હતી. આ ઉપરાંત પહેલી માર્ચથી રશિયન હીરાની પરોક્ષ આયાત પર તબક્કાવાર પ્રતિબંધો લાદવામાં આવ્યા આવશે, એમ બુધવારે એક નિવેદનમાં જણાવાયું હતું.
જી-સેવન દેશોના આ નિર્ણયથી ભારતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીને મોટી અસર થવાની ધારણા છે. વિશ્વના 90 ટકા ડાયમંડનું કટિંગ અને પોલિશિંગ ભારતમાં થાય છે. તેથી ભારત અને વિશ્વના રફ ડાયમંડની સૌથી મોટી ઉત્પાદક કંપની ડી બીયર્સ આ પ્રતિબંધના અમલ અંગે કેટલીક સ્પષ્ટતા માગી હતી
બજારના 30% હિસ્સા સાથે રશિયા વોલ્યુમની રીતે વિશ્વમાં રફ ડાયમંડનું સૌથી વધુ ઉત્પાદન કરે છે. આ પ્રતિબંધના અમલ ભારત પર ખૂબ નિર્ભર રહેશે. ભારતની જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું કે, “અમે પ્રતિબંધોના અમલીકરણ માટે જાહેર કરાયેલ સમયરેખાથી ખુશ નથી. અમારા ઉદ્યોગની વિવિધતાને ઓળખીને, અમે માનીએ છીએ કે આ સમયમર્યાદામાં વધુ સુગમતા હોવી જોઈએ”
ભારતની એપ્રિલ-ઓક્ટોબર દરમિયાન પોલિશ્ડ ડાયમંડની નિકાસ 29% ઘટીને $10 બિલિયન થઈ છે.
G7 માર્ચની નિર્ધારિત તારીખથી પરોક્ષ આયાત પરના તબક્કાવાર ધોરણે નિયંત્રણોમાં લાદશે. અને 1 સપ્ટેમ્બર, 2024 સુધીમાં G7માં રફ હીરા માટે “મજબૂત ટ્રેસેબિલિટી-આધારિત ચકાસણી અને પ્રમાણપત્ર” મિકેનિઝમ રજૂ કરશે. આ પ્રતિબંધ ઔદ્યોગિક ઉપયોગ માટેના હીરાને બાકાત રાખવામાં આવ્યાં છે. આ જાહેરાતમાં પોલિશ્ડ હીરાના ટ્રેસિંગનો પણ સમાવેશ થતો નથી,
હીરા બેલ્જિયમના એક મહત્વપૂર્ણ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે. એન્ટવર્પમાં વિશ્વનું મુખ્ય હીરાનું કેન્દ્ર છે અને વિશ્વના મોટા ભાગના રફ ડાયમંડ શહેરમાં મારફત સપ્લાય થાય છે. હીરોના કટિંગ અને પોલિશિંગમાં ભારત મોખરાના સ્થાને છે.