ભારતીય ક્રિકેટ બોર્ડે રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ આ મહિને વેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડે અને ટી-20 શ્રેણી માટેની ટીમની જાહેરાત કરી દીધી છે. ફિટ જાહેર થયેલો રોહિત શર્મા કેપ્ટન તરીકે રમશે. ઈજામાંથી સાજા થયેલા સ્પિનર કુલદીપ યાદવને પણ વન-ડે ટીમાં તક અપાઈ છે, તો ગુજરાતના અક્ષર પટેલનો ટી-20 ટીમમાં સમાવેશ કરાયો છે.
વડોદરાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અને હાલમાં રાજસ્થાન તરફથી રમી રહેલા દીપક હૂડાનો પણ સૌપ્રથમ વખત વન-ડે ટીમમાં સમાવેશ કરાયો છે. હાર્દિક પંડયાને જો કે તક મળી નથી. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની વન-ડે શ્રેણીની ત્રણે મેચ અમદાવાદમાં રમાશે, શ્રેણીનો પ્રારંભ ૬ ફેબ્રુઆરીથી થશે. એ પછી ૯ અને ૧૧ ફેબ્રુઆરીએ બીજી અને ત્રીજી વન-ડે રમાશે. એ પછી ટી-20 સીરીઝ ૧૬, ૧૮ અને ૨૦ ફેબ્રુઆરીએ કોલકાતામાં રમાશે.
વન-ડે ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), કે. એલ. રાહુલ, ઋતુરાજ ગાયકવાડ, શિખર ધવન, વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, દીપક હૂડા, ઋષભ પંત (વિ.કી.), દીપક ચાહર, શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર, બિશ્નોઈ, મોહમદ સિરાજ, પ્રસિધ ક્રિશ્ના, કુલદીપ યાદવ, અવેશ ખાન અને યુઝવેન્દ્ર ચહલ.
ટી-૨૦ ટીમ: રોહિત શર્મા (કેપ્ટન) , કે. એલ. રાહુલ, ઈશાન કિશન (વિ.કી.), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિ.કી.), વેંકટેશ ઐયર, દીપક ચાહર, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, બિશ્નોઈ, મોહમદ સિરાજ, ભૂવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અવેશ ખાન અને યુઝવેન્દ્ર ચહલ