ભારતના સુકાની રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ રવિવારે પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે. (ANI Photo)

પોર્ટ ઓફ સ્પેન ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી અને અંતિમ ટેસ્ટના છેલ્લા દિવસે સોમવારે વરસાદના કારણે આખા દિવસની રમત ધોવાઈ ગઈ હતી અને મેચ ડ્રો થઈ હતી. આ રીતે ભારતને 2-0થી સીરીઝ જીતવાની તક હતી તે છીનવાઈ ગઈ અને પ્રવાસી ટીમ ફક્ત 1-0થી સીરીઝ જીતી શકી. 

મેચમાં ભારતે પહેલી ઈનિંગમાં કોહલીની સદી (121) અને સુકાની રોહિત શર્માના 80 સાથે 438 રન કર્યા હતા, તો વેસ્ટ ઈન્ડિઝ તરફથી વારીકેને 89 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝ પહેલી ઈનિંગમાં 255 રનમાં ઓલઆઉટ થયું હતું અને ભારતને 183 રનની જબરજસ્ત લીડ મળી હતી. ભારતે બીજી ઈનિંગમાં બે વિકેટે 181 રન કરી ઈનિંગ ડીકલેર કરી હતી. રોહિત શર્માએ 57 તથા ઈશાન કિશને અણનમ 52 રન કર્યા હતા. આ રીતે વેસ્ટ ઈન્ડિઝ સામે છેલ્લી ઈનિંગમાં વિજય માટે 385 રન કરવાનો પડકાર હતો, ત્યારે ચોથા દિવસની અંતે યજમાન ટીમ બે વિકેટ 76 રન સુધી પહોંચી હતી. ભારત તરફથી પહેલી ઈનિંગમાં મોહમદ સિરાજે પાંચ વિકેટ લીધી હતી. બીજી ઈનિંગની બન્ને વિકેટ રવિચન્દ્રન અશ્વિને લીધી હતી. 

સિરાજને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.

LEAVE A REPLY