(PTI Photo)

ભારત અને અમેરિકાએ સંરક્ષણઉદ્યોગ ક્ષેત્રે સહકાર સાધવા માટે એક મહત્વાકાંક્ષી રોડમેપ નિર્ધારિત કરવાનો નિર્ણય કર્યો હોવાનું ભારતની મુલાકાતે ગયેલા અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી લોઇડ ઓસ્ટિને સોમવારે જણાવ્યું હતું.

ભારતના સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ સાથે વ્યાપક વાટાઘાટો કર્યા બાદ લોઇડ ઓસ્ટિને પત્રકારોને જણાવ્યું હતું કે ભારત- અમેરિકા વચ્ચેની ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ઇન્ડોપેસિફિક વિસ્તાર માટે મહત્વની છે. તેમણે કહ્યું કે સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ સાથેની મારી વાટાઘાટો ફળપ્રદ રહી છે.
તેમણે કહ્યું કે સંરક્ષણક્ષેત્રે આધુનિકીકરણ કરવાના ભારતના પ્રયાસોને અમેરિકાનું પૂરેપુરૂં પીઠબળ છે.
લોઇડ ઓસ્ટિન ગત રવિવારે ભારતની બે દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી અમેરિકાની સત્તાવાર મુલાકાત પૂર્વેની તેમની આ ભારતયાત્રા મહત્વની ગણાય છે.

LEAVE A REPLY