નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં અમેરિકા ભારતના સૌથી મોટા વેપાર ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે. અમેરિકાએ ચીનને પછાડીને આ સ્થાન હાંસલ કર્યું છે. ભારતના વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર ૨૦૨૧-૨૨માં અમેરિકા અને ભારતનો દ્વિપક્ષીય વેપાર વધીને ૧૧૯.૪૨ બિલિયન ડોલર થયો હતો. એક વર્ષ અગાઉ ૨૦૨૦-૨૧માં આ આંકડો ૮૦.૫૧ બિલિયન ડોલર હતો.
સત્તાવાર ડેટા અનુસાર ૨૦૨૧-૨૨માં યુએસમાં ભારતની નિકાસ વધીને ૭૬.૧૧ બિલિયન ડોલર થઈ છે, જે અગાઉના નાણાકીય વર્ષમાં ૫૧.૬૨ બિલિયન ડોલર હતી.આની સામેઆ સમયગાળા દરમિયાન યુએસથી ભારતની આયાત વધીને ૪૩.૩૧ બિલિયન ડોલર થઈ હતી જે અગાઉના નાણાકીય વર્ષમાં ૨૯ બિલિયન ડોલર હતી.સરકારી આંકડા મુજબ ૨૦૨૧-૨૨માં ભારત-ચીનનો દ્વિપક્ષીય વેપાર ૧૧૫.૪૨બિલિયન ડોલર હતો,