UK Foreign Secretary reiterates support for India's UNSC seat
(ANI Photo)

ઋષિ સુનકની આગેવાની હેઠળની સરકારમાં કાર્યભાર સંભાળ્યા બાદ વિદેશ નીતિના તેમના પ્રથમ મોટા ભાષણમાં બ્રિટિશ ફોરેન સેક્રેટરી જેમ્સ ક્લેવર્લીએ સોમવારે તા. 12ના રોજ જણાવ્યું હતું કે ભારત બ્રાઝિલ, જાપાન, જર્મની અને આફ્રિકન પ્રતિનિધિત્વની સાથે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના નવા સ્થાયી સભ્યોમાં સામેલ થાય એવી યુકેની ઈચ્છા છે.

તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને તેમના સ્પષ્ટ યુદ્ધ વિરોધી સંદેશ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી અને યુકે G20 દરમિયાન ભારત સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે તેમ જણાવ્યું હતું.

જેમ્સ ક્લેવર્લીએ લંડનમાં ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO) ખાતે ‘બ્રિટીશ ફોરેન પોલિસી એન્ડ ડિપ્લોમસી’ શિર્ષક હેઠળ યોજાયેલ બેઠકમાં જણાવ્યું હતું કે “અમારો ઉદ્દેશ્ય એક ઐતિહાસિક સહિયારી સિદ્ધિને જાળવી રાખવાનો છે જે દરેકને લાભ આપે છે. પુતિનનું ધ્યેય ઘડિયાળને તે યુગમાં પાછું ફેરવવાનું છે જે વખતે મોટા દેશો તેમના પડોશીઓ સાથે શિકાર જેવું વર્તન કરતા હતા. તેઓ 19મી સદીમાં શાહી વિજયનું યુદ્ધ ચલાવી રહ્યા છે અને ખાદ્યાન્ન અને ખાતરના વિશ્વના સૌથી મોટા ઉત્પાદકો પૈકીના એક પર હુમલો કરીને વૈશ્વિક કિંમતોમાં વધારો કરી રહ્યા છે. હું વડા પ્રધાન મોદીએ પુતિનને જે કહ્યું હતું તે અહિં ટાંકતા કહુ છું કે ‘હું જાણું છું કે આજનો યુગ યુદ્ધનો યુગ નથી’.

સાથી ટ્રેડ સેક્રેટરી કેમી બેડેનોકે નવી દિલ્હીમાં વાટાઘાટોની શરૂઆત કરી  રહ્યા છે ત્યારે ભારત-યુકે સંબંધો અને મુક્ત વેપાર કરાર (FTA)ને અંતિમ સ્વરૂપ આપવા અંગે ક્લેવર્લીએ જણાવ્યું હતું કે “જ્યારે ચીન જેવા શક્તિશાળી રાજ્યો રક્ષણાત્મક જોડાણોને ‘બ્લૉક પોલિટિક્સ’ તરીકે નકારી કાઢે છે, ત્યારે તેઓ કાં તો આક્રમણના ડર વિના દરેક રાષ્ટ્રની શાંતિથી રહેવાની ઈચ્છા અંગે ગેરસમજ કરે છે. બ્રિટન ઈન્ડો-પેસિફિક માટે અમારી લાંબા ગાળાની પ્રતિબદ્ધતા દર્શાવશે, જેમાં શક્ય તેટલી વહેલી તકે ટ્રાન્સ-પેસિફિક મુક્ત વેપાર કરારમાં જોડાઈને સામેલ થશે. અમે G20 ના નવા પ્રમુખ, અને ભારત સાથે અમારો સહયોગ વધુ ગાઢ બનાવીશું. તેમની સાથેના અમારા વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપીશુ.”

LEAVE A REPLY