This file photo (Photo by JEAN-FRANCOIS MONIER/AFP via Getty Images)

બ્રિટિશ વૈજ્ઞાનિકો અને ભારતીય ઉત્પાદકો વચ્ચેના સહયોગના પરિણામે વિકસાવવામાં આવેલી બે આવશ્યક જીવનરક્ષક મલેરિયા રસીઓ – RTS,S અને R21ની યુકે સરકારે પ્રશંસા કરી છે જે સબ-સહારન આફ્રિકામાં બાળકોનો ભોગ લેનાર મેલેરિયા સામે લડવામાં મદદ કરશે.

આ રસીનો ઉપયોગ ઘાના, કેન્યા અને માલાવીમાં કરવામાં આવ્યો છે. 2019થી કુલ 2 મિલિયન બાળકોને રસી આપવામાં આવી છે, અને જાન્યુઆરીમાં, કેમેરૂન બાળકોને નિયમિતપણે રસી આપનાર પ્રથમ દેશ બન્યો છે.

યુકેના ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO)ના ઇન્ડો-પેસિફિક સ્ટેટ મિનિસ્ટર એન-મેરી ટ્રેવેલિયને જણાવ્યું હતું કે “હવે સમગ્ર આફ્રિકામાં 2025ના અંત સુધીમાં 6 મિલિયનથી વધુ બાળકોને રસી આપવામાં આવશે. મેલેરિયા સામેની વૈશ્વિક લડાઈમાં આ એક મોટું પગલું છે અને યુકે-ભારતની મજબૂત ભાગીદારી વિના તે શક્ય બન્યું ન હોત.”

ગુરુવારે, વિશ્વ આરોગ્ય સંસ્થાના વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે, FCDO એ જાહેરાત કરી હતી કે સિએરા લિયોન, લાઇબેરિયા અને બેનિન તેમની UK-ભારતીય વિકસિત RTS,S રસી આપવાનું શરૂ કરશે.

GSK રસી RTS,S ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવી રહી છે, અને ઓક્સફર્ડ યુનિવર્સિટીની નવી R21 રસી, સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવી રહી છે.

LEAVE A REPLY