ભારત અને યુકેએ ત્રાસવાદીઓની સરહદ પારની ગતિવિધિ સહિત તમામ પ્રકારમાં ત્રાસવાદની આકરી ટીકા કરી હતી અને વ્યાપક રીતે આ જોખમનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ત્રાસવાદનો પડકાર અને તેનો સામનો કરવાના વિકલ્પો પર ચર્ચા કરવા તાજેતરમાં દિલ્હીમાં બંને દેશોના ત્રાસવાદ વિરોધી કાર્યરત જૂથની 16મી બેઠક યોજાઇ હતી.
ભારતના વિદેશ મંત્રાલયે (MEA) જણાવ્યું હતું કે, બંને પક્ષોએ તેમના સંબંધિત પ્રદેશોમાં ત્રાસવાદી અને ઉગ્રવાદી જોખમોનું મૂલ્યાંકન કરીને માહિતીનું આદાન-પ્રદાન કર્યું હતું, જેમાં વૈશ્વિક સ્તરે પ્રતિબંધિત ત્રાસવાદી સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા ઊભા કરવામાં આવેલા જોખમોનો સમાવેશ થાય છે. અંતે ભારત અને યુકે ત્રાસવાદનો સામનો કરવા માટે સહયોગને વધુ ગાઢ બનાવવા માટે સહમત થયા છે.
આ ચર્ચામાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ મંત્રાલયમાં ત્રાસવાદ વિરોધી સંયુક્ત સચિવ કેડી દેવલે કર્યું હતું. જ્યારે યુકે સરકારમાં એશિયા અને ઓસનિયાના ત્રાસવાદ વિરોધી નેટવર્કના વડા ક્રિસ ફેલ્ટને બ્રિટિશ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું.

LEAVE A REPLY