બ્રિટનના નવા ફોરેને સેક્રેટરી લિઝ ટ્રસે રવિવારે, 3 ઓક્ટોબરે જણાવ્યું હતું કે બ્રિટન વ્યૂહાત્મક હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ભારત અને અન્ય લોકશાહી દેશોની વેપાર અને સંરક્ષણ કરાર કરવા માગે છે જેથી આપખુદશાહી દેશોના પ્રભાવને ડામી શકાય. ટ્રસે જણાવ્યું હતું કે તે ‘ઓક્સ’ની જેમ અન્ય સમજૂતી કરવા માટે તૈયાર છે. ઓક્સ ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને અમેરિકા વચ્ચેની ત્રિપક્ષીય સુરક્ષા સમજૂતી છે. જેને વેપારી સ્વરૂપે ચીનના જવાબી સંતુલનના સ્વરૂપમાં જોવામાં આવી રહ્યું છે.
ટ્રસે ફોરેન, કોમનવેલૃથ અને ડેવલોપમેન્ટ ઓફિસ(એફસીડીઓ)માં પોતાની નવી ભૂમિકા સંભાળ્યા પછી પોતાના પ્રથમ ઇન્ટરવ્યુમાં જણાવ્યંડ હતું કે અમે વધુ આિર્થક અને સંરક્ષણ સમજૂતી માટે અમારા સહયોગી દેશો સાથે કાર્ય કરવા માગીએ છીએ.
ઓક્સ વિશેષ રીતે ઓસ્ટ્રેલિયા સાથે વેપાર અને સંરક્ષણ અંગે છે. બ્રિટન જાપાન, ભારત અને કેનેડા સાથે પણ આવા જ પ્રકારની સમજૂતી કરવા માગે છે. ટ્રસે વધુમાં જણાવ્યું હતું કે બે વર્ષ સુધી વેપાર મંત્રી રહ્યાં પછી એક વાતની મને જાણ થઇ છે કે વિશ્વના દેશો બ્રિટન પર વિશ્વાસ કરે છે.