અમેરિકાએ જણાવ્યું છે કે, રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ રોકવામાં ભારતે ભૂમિકા ભજવવી જોઇએ. ભારતે આ માટે રશિયા સાથેના તેના વર્ષો જૂના સંબંધોનો ઉપયોગ કરવા પણ જણાવ્યું છે. રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિનને યુદ્ધનો અંત લાવવા માટે પ્રોત્સાહિત કરવા ભારતને કહ્યું છે. અમેરિકાએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે ભારત પ્રેસિડેન્ટ પુતિનને યુએન ચાર્ટર અને યુક્રેનની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વનું સન્માન કરવા વિનંતી કરે.
આ અંગે યુએસ સ્ટેટ ડીપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે તાજેતરમાં મીડિયામાં કહ્યું હતું કે, તમામ જાણે છે કે ભારતના રશિયા સાથે લાંબા સમયથી સારા સંબંધો છે. આ તેને વિશેષ દરજ્જો આપે છે. તેથી, અમે ભારત સાથેના આ સંબંધોનો ઉપયોગ યુક્રેન યુદ્ધનો અંત લાવવા અને શાંતિ સ્થાપવા માટે કરવા ઇચ્છીએ છીએ.
અમેરિકાના ભારત સાથે પણ મજબૂત સંબંધો છે. તે અમારું મહત્વપૂર્ણ ભાગીદાર છે. તેથી, અમે ભારત સરકાર પાસે આ માગણી વારંવાર કરીશું.

LEAVE A REPLY