ભારતમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વધારો થઈ રહ્યો હોવાથી ભારતમાં કુલ કેસના સંખ્યા થોડા સપ્તાહમાં અમેરિકાને વટાવી જવાની ધારણા છે. ભારતમાં 13 ઓક્ટોબર સુધીમાં કોરોના કુલ કેસ આશરે 71.75 લાખ હતા, જ્યારે અમેરિકામાં કુલ કેસની સંખ્યા આશરે 78 લાખ હતી.
13 ઓક્ટોબર સવારે આઠ વાગ્યાના આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર છેલ્લાં 24 કલાકમાં આશરે 55,000 નવા કેસ સાથે દેશમાં કોરોના કેસનો કુલ આંકડો આશરે 71.7 લાખ થયો છે. આ આંકડામાં આશરે 1.09 લાખના મોત તથા રિકવર થયેલા 62.2 લાખનો સમાવેશ થાય છે. છેલ્લાં એક સપ્તાહમાં અમેરિકામાં નવા કેસની સંખ્યામાં 3.4 લાખનો વધારો થયો છે, જ્યારે આ સમયગાળામાં ભારતમાં આશરે પાંચ લાખનો ઉમેરો થયો છે.
13 ઓક્ટોબર સવારે આઠ વાગ્યાના આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર ભારતમાં કોરોના કુલ કેસ 71,75,880 છે. સતત પાંચમાં દિવસે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા નવ લાખથી નીચે રહી હતી. દેશમાં સતત પાંચમાં દિવસે 75,000થી ઓછા નવા કેસ નોંધાયા હતા. દેશમાં 17 સપ્ટેમ્બરના રોજ એક દિવસમાં 97,894 નવા કેસ નોંધાયા હતો, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે.