રતમાં આ સપ્તાહના અંતે આઈપીએલ પુરી થયા પછી આઠ દિવસના વિરામના પગલે સાઉથ આફ્રિકાની પ્રવાસી ટીમ સામે ઘરઆંગણે પાંચ ટી-20ની સીરીઝ રમાવાની છે, તે માટેની ટીમ ગયા સપ્તાહે જાહેર કરાઈ હતી. સુકાની રોહિત શર્મા, ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલી અને મોખરાના બોલર જસપ્રીત બુમરાહને આરામ અપાયો છે, તો લોકેશ રાહુલને ટીમના સુકાની તરીકેની જવાબદારી સોંપાઈ છે. ટીમમાં બે નવોદિતો – ઉમરાન મલિક તથા અર્શદીપ સિંઘને તક અપાઈ છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ટી-20 સાથે ભારતીય ટીમમાં વાપસી કરી છે. તેની સાથે સ્પિનર્સ યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવની પણ ટીમમાં વાપસી થઈ છે, તો આઈપીએલમાં ખાસ પ્રભાવશાળી નહીં રહેલા મોહમ્મદ સિરાઝ તથા સંજુ સેમસનને પડતા મુકાયા છે.
સાઉથ આફ્રિકા સામેની ટી-20 સીરીઝની ભારતીય ટીમ આ મુજબ છેઃ કે.એલ. રાહુલ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટ કીપર), દીપક હૂડા, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વાઈસ કેપ્ટન – વિકેટ કીપર), દિનેશ કાર્તિક (વિકેટ કીપર), હાર્દિક પંડયા, વેંકટેશ ઐયર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભૂવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંઘ અને ઉમરાન મલિક.
9 જુનથી 19 જુન સુધીમાં આ પાંચ ટી-20ની સીરીઝ પુરી થયા પછી ભારતીય ટીમ ઈંગ્લેન્ડ જશે, જ્યાં તે ગયા વર્ષે અધુરી રહી ગયેલી સીરીઝની એકમાત્ર ટેસ્ટ મેચ રમશે.
આ એક ટેસ્ટ મેચ માટેની ભારતીય ટીમમાં ચેતેશ્વર પુજારાનું પુનરાગમન થયું છે. ઈંગ્લેન્ડના પ્રવાસમાં ભારત ૧લી જુલાઈથી એજબેસ્ટનમાં એ ટેસ્ટ રમશે. ગત વર્ષે કોરોનાના ભયને કારણે ઈંગ્લેન્ડના પ્રવાસમાં ભારત શ્રેણીની છેલ્લી ટેસ્ટ રમ્યું નહોતુ.
એ ટેસ્ટ માટેની ભારતીય ટીમ આ મુજબ છેઃ રોહિત શર્મા (કેપ્ટન), કે. એલ. રાહુલ (વાઈસ કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હનુમા વિહારી, ચેતેશ્વર પુજારા, ઋષભ પંત (વિકેટ કીપર), કે. એસ. ભરત (વિકેટ કીપર), રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મ સિરાજ, ઉમેશ યાદવ અને પ્રસિદ્ધ ક્રિશ્ના.