REUTERS/Esa Alexander

કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં વિજય માટે ભારતને 79નો ટાર્ગેટ મળ્યો હતો. લો સ્કોરિંગ ટેસ્ટમાં બીજી ઇનિંગમાં સાઉથ આફ્રિકાની ટીમ 176 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત સામેની ટેસ્ટના બીજા દિવસે એડન માર્કરમે સદી ફટકારી હતી. તેની સદીના આધારે ટીમે 78 રનની લીડ લીધી હતી અને ભારતને 79 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

ભારત તરફથી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે સૌથી વધુ છ વિકેટ લીધી હતી. જવાબમાં ટીમ ઈન્ડિયા તરફથી યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન રોહિત શર્મા ક્રિઝ પર હતા.

પ્રથમ ઇનિંગમાં પ્રથમ દિવસે સાઉથ આફ્રિકા 55 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું અને ભારત પ્રથમ દાવમાં 153 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ટીમ ઈન્ડિયાને પ્રથમ દાવમાં 98 રનની લીડ મળી હતી. બીજી ઇનિંગમાં સાઉથ આફ્રિકા ઓલઆઉટ થઈ ગયા બાદ લંચ સેશન બાદ ભારતનો દાવ શરૂ થશે. ટાર્ગેટ ચેઝ કરવા માટે ટીમ પાસે 3 દિવસનો સમય છે.

બુધવારથી શરૂ થયેલી બીજી ટેસ્ટ તેના પ્રથમ જ દિવસે રોમાંચક બની ગઈ હતી જેમાં એક જ દિવસ દરમિયાન 23 વિકેટનું પતન થયું હતું. મોહમ્મદ સિરાઝની વેધક બોલિંગ સામે સાઉથ આફ્રિકન ટીમ પ્રથમ ઇનિંગમાં માત્ર 55 રનમાં આઉટ થઈ ગઈ હતી જેમાં સિરાઝે 15 રન આપીને છ વિકેટ ઝડપી હતી. જેના જવાબમાં ભારતીય ટીમે પ્રારંભ તો સારો કર્યો હતો પરંતુ તેનો પણ ધબડકો થયો હતો. આમ મેચ તેના પ્રથમ જ દિવસે રસપ્રદ બની ગઈ હતી.
સાઉથ આફ્રિકાના 55 રનના સ્કોર સામે ભારતીય ટીમ 153 રનમાં આઉટ થઈ હતી. તેને 98 રનની સરસાઈ મળી હતી. મેચના પ્રથમ દિવસની રમતને અંતે સાઉથ આફ્રિકાએ તેના બીજા દાવમાં 62 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.

ભારત માટે રોહિત શર્મા (39), શુભમન ગિલ (36) અને વિરાટ કોહલી (48)એ મજબૂત બેટિંગ કરી હતી પરંતુ 34મી ઓવરના પહેલા બોલે રાહુલ આઉટ થયો ત્યાંથી ભારતનો ધબડકો થયો હતો અને 153 રનના સ્કોર પર જ ટીમે 11 બોલમાં બાકીની તમામ વિકેટ ગુમાવી દીધી હતી. સાઉથ આફ્રિકાના રબાડા, એંગિડી અને બર્ગરે ત્રણ ત્રણ વિકેટ ઝડપી હતી. બીજા દાવમાં પણ ગૃહટીમનો ધબડકો થયો હતો. દિવસના અંતે તેણે 62 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. મુકેશ કુમારે બે અને જસપ્રિત બુમરાહે એક વિકેટ લીધી હતી. હાલના તબક્કે સાઉથ આફ્રિકા 36 રન પાછળ છે અને તેની સાત વિકેટ જમા છે.

LEAVE A REPLY