આઝાદી પછી ભયાનક વિભાજન દ્વારા, ભારત તમામ ક્ષેત્રોમાં ગંભીર રીતે વંચિત હતું. ત્યારથી, વિવિધ શાસકોએ આંતરિક તેમજ બાહ્ય મુશ્કેલીઓ અને ધમકીઓ સાથે સંઘર્ષ કર્યો હતો. તો નોન એલાઇનમેન્ટ નીતિને કારણે ભારત વિવિધ ક્ષેત્રોમાં ઘણા દેશો દ્વારા લક્ષ્ય બન્યું હતું. પરંતુ ભારત હવે વિશ્વમાં, એક મહત્વપૂર્ણ અને વિશ્વાસપાત્ર સભ્ય તરીકેનું મેળવી રહ્યું છે.
જર્મનીમાં યોજાયેલી સૌથી ધનાઢ્ય સાત દેશોની G7 બેઠકમાં ભારતને અર્થતંત્ર, રાજકારણ, આરોગ્ય, યુદ્ધ અને સંઘર્ષો સહિતની વૈશ્વિક અસુરક્ષાની ચર્ચામાં ભાગ લેવા માટે ખાસ આમંત્રિત કરાયું હતું. ભારત હવે વૈશ્વિક સંસ્થાઓમાં આત્મવિશ્વાસપૂર્વક પોતાનો મત વ્યક્ત કરતું અને પોતાનું વલણ જાળવી રાખતું જોવા મળે છે. યુ.એસ.એ., ચીન, રશિયા અને યુરોપ દ્વારા વિશ્વની વિવિધ સુરક્ષા નીતિઓમાં, ભારત નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યું છે.
વિશ્વની ફાર્મસી, ઝડપથી વિકસતી ઔદ્યોગિક શક્તિ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મહાન પ્રગતિ, સામાજિક સુધારક, નવીનતાઓ સાથે અને સ્થાપિત ડિજિટલ મતદાન સાથેની સૌથી મોટી લોકશાહી તરીકે ભારત સૌથી ઝડપથી વિકસતા અગ્રણી અર્થતંત્ર તરીકે તેની છાપ બનાવી રહ્યું છે.
- પ્રવિણ અમીન, પ્રમુખ, નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ.