(PTI Photo)

ભારતે સોમવારે મલ્ટીપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) ટેક્નોલોજી સાથેની સ્વદેશી ધોરણે વિકસિત મિસાઇલ સિસ્ટમનું સફળતાપૂર્વક પ્રથમ પરીક્ષણ કર્યું હતું. આ અંગેની જાહેરાત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને મિશન દિવ્યાસ્ત્ર ગણાવ્યું હતું.

હાલમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ચીન અને રશિયા પાસે MIRV મિસાઇલો છે. પાકિસ્તાને 2017માં તેનું પરીક્ષણ કર્યું હતું. અગ્નિ-5ની રેન્જ 5000 કિમી (3100 માઈલ) છે, જે તેને ઈન્ટર-કોંટિનેંટલ બેલિસ્ટિક મિસાઈલ (ICBM) જેવી બનાવે છે. MIRV મિસાઇલ ભારતની મિલિટરી રીસર્ચ શાખા ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને ડેવલપ કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનના વૈજ્ઞાનિકોને ભારતમાં નિર્મિત અગ્નિ-5 મિસાઈલના પ્રથમ પરીક્ષણ માટે અભિનંદન પાઠવ્યા હતા

પરંપરાત મિસાઇલો સામાન્ય રીતે એક જ વોરહેડ વહન કરીને લક્ષ્યાંક પર પ્રહાર કરી શખે છે. જ્યારે આ નવી મિસાઇલમાં બહુવિધ ન્યુક્લિયર વોરહેડ રાખી શકાય છે.

બહુવિધ સ્વતંત્ર રીતે-લક્ષિત રીએન્ટ્રી વાહનો એક મિસાઈલને એક વોરહેડ વહન કરતી પરંપરાગત મિસાઈલથી વિપરીત વિવિધ લક્ષ્યો પર બહુવિધ પરમાણુ શસ્ત્રો તૈનાત કરવાની પરવાનગી આપે છે. આ મિસાઈલો પરના વોરહેડ્સ અલગ-અલગ ગતિ અને દિશાઓમાં છોડવામાં આવી શકે છે. કેટલીક MIRVed મિસાઇલો 1,500 કિલોમીટરના અંતર સુધીના લક્ષ્યોને નિશાન બનાવી શકે છે.આ મિસાઈલો પરના વોરહેડ્સ અલગ-અલગ ગતિ અને દિશાઓમાં છોડવામાં આવી શકે છે.  MIRV ટેકનોલોજી સાથેની કેટલાંક મિસાઇલો 1,500 કિલોમીટરના અંતર સુધીના લક્ષ્યોને નિશાન બનાવી શકે છે.

LEAVE A REPLY