ફાઇલ ફોટો (ANI Photo)

ભારત આગામી 10 દિવસમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ માટેની ગ્રાઉન્ડ સિસ્ટમ્સની નિકાસ શરૂ કરવા સજ્જ બન્યું છે. એવી DRDOના અધ્યક્ષ ડૉ. સમીર વી કામતે ગુરુવારે જાહેરાત કરી હતી. બ્રહ્મોસ મિસાઈલ સિસ્ટમનો પ્રથમ સેટ માર્ચના અંત સુધીમાં ફિલિપાઈન્સમાં પહોંચવાની ધારણા છે.

આ નિકાસથી સંરક્ષણ ક્ષેત્રમાં સંપૂર્ણ આત્મનિર્ભર બનવાના ભારતના પ્રયાસોમાં એક સિદ્ધિ ઉમેરાશે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના ચેરમેન ડો. સમીર વી. કામતે જણાવ્યું હતું કે, ભારત આ વર્ષે માર્ચ સુધીમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલની નિકાસ શરૂ કરશે. ભારતને 307 ‘એડવાન્સ્ડ ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ’ (ATAGS) બંદૂકોનો ઓર્ડર આ નાણાકીય વર્ષના અંત સુધીમાં મળવાની ધારણા છે.

જાન્યુઆરી 2022માં ભારત અને ફિલિપિન્સ વચ્ચે  $375 મિલિયનની ડીલ પર હસ્તાક્ષર થયા હતા. આ ઓર્ડર અંતર્ગત ફિલિપિન્સને બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ પહોંચાડવામાં આવશે.  290 કિમીની રેન્જ ધરાવતી આ મિસાઈલની નિકાસનો ભારત પાસે આ પહેલો ઓર્ડર છે. આ ડીલ હેઠળ બે વર્ષમાં એન્ટી શિપ વર્ઝનની ત્રણ મિસાઈલ બેટરીની નિકાસ થવાની છે. ઈન્ડોનેશિયા, વિયેતનામ જેવા દક્ષિણ એશિયાના ઘણા દેશોએ પણ બ્રહ્મોસ મિસાઈલ ખરીદવામાં રસ દાખવ્યો છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments