ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડકપની સેમીફાઇનલ મેચમાં ભારતે જીત માટે ઇંગ્લેન્ડને 169 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ બીજી સેમિફાઈનલમાં કોહલી અને હાર્દિક પંડ્યાની શાનદાર બેટિગને આધારે ભારતે 168 રન કર્યા હતા. અને ઈંગ્લેન્ડને 169નો ટાર્ગેટ આપ્યો છે. ટોસ જીતીને ઈગ્લેન્ડે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
પ્રથમ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને પાકિસ્તાને ગઈકાલે ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. આજે વરસાદી વાતાવરણ વચ્ચે રમાઈ રહેલી ટી 20 વર્લ્ડકપની બીજી સેમિફાઈનલ મેચમાં ભારતનો મુકાબલો ઈગ્લેન્ડ સામે ચાલી રહ્યો છે. આજની મેચમાં રોહિત શર્મા ટોસ હાર્યા હતા અને ઈગ્લેન્ડે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. મહત્વની વાત એ છે કે આજની મેચમાં પણ દિનેશ કાર્તિકને સ્થાન નથી મળ્યું અને પંત ભારત તરફથી વિકેટ કિપીંગ કરશે. બાકી અન્ય ટીમ યથાવત રહેશે.
ઈન્ડિયાએ નિર્ધારિત ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા હતા. ટીમ તરફથી સૌથી વધુ હાર્દિક પંડ્યાએ 33 બોલમાં જ 63 રન ફટકાર્યા હતા. તો વિરાટ કોહલીએ 40 બોલમાં 50 રન ફટકાર્યા હતા. આ બન્ને પ્લેયર્સે ટીમની ઇનિંગને સંભાળીને ટીમના સ્કોરને 168 રન સુધી પહોંચાડ્યો હતો. હાર્દિકે કમાલનું ફિનિશિંગ કર્યું હતું. ઇંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડને 3 વિકેટ, જ્યારે ક્રિસ વોક્સ અને આદિલ રાશિદને 1-1 વિકેટ મળી હતી.
ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી નહોતી. અને કેએલ રાહુલ 5 રને ક્રિસ વોક્સની બોલિંગમાં આઉટ થયો હતો. કેપ્ટન રોહિત શર્મા ફરી નિષ્ફળ રહ્યા હતા અને તેઓ ક્રિસ જોર્ડનની બોલિંગમાં 28 બોલમાં 27 રન કરીને આઉટ થયા હતા. સૂર્યકુમાર યાદવ પણ આદિલ રાશિદની બોલિંગમાં 14 રને આઉટ થયા હતા. તો વિરાટ કોહલીએ ફરી એકવાર ફિફ્ટી ફટકારી હતી. તેમણે આ ટૂર્નામેન્ટમાં ચોથી અર્ધસદી ફટકારી છે. તેઓ 40 બોલમાં 50 રન કરીને આઉટ થયા હતા.
ભારત માટે લોકેશ રાહુલ અને રોહિત શર્માની જોડી ઓપનિંગમાં આવી હતી. વર્તમાન ટુર્નામેન્ટમાં ભારતીય ઓપનિંગ જોડી અપેક્ષા પ્રમાણેની શરૂઆત અપાવી શકી નથી. રોહિત શર્મા અથવા તો લોકેશ રાહુલ શરૂઆતની ઓવર્સમાં આઉટ થઈ ગયા છે.