(PTI Photo)

G20 લીડર્સ સમિટના પ્રથમ દિવસના અંતે ભારતે ગાલા ડિનરમાં મિલેટની વાનગી પીરસી હતી. ડિનગરમાં અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન, યુકેના વડાપ્રધાન ઋષિ સુનક અને જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સહિતના નેતાઓ સામેલ હતા.

ભારતના પ્રેસિડન્ટ દ્રૌપદી મુર્મુ દ્વારા આયોજિત રાત્રિભોજનમાં ત્રણ પ્રકારના શાકાહારી ભોજન સામેલ હતા. મેઇન કોર્સમાં જેફ્રૂટ પેસ્ટી અને ફોરેસ્ટ મશરુમ તથા મિલેટ ક્રિપ્સ અને કરી લીફ હતા. મુંબઇના પ્રખ્યા પાઉ પણ પીરસવામાં આવ્યા હતા. કાશ્મીરી કાહવા, દક્ષિણ ભારતની પ્રખ્યાત ફિલ્ટર કોફી અને દાર્જિલિંગ ચા પણ પીરસવામાં આવી હતી.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુનાઇટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા 2023ને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ જાહેર કર્યું છે. આ પછી ઘઉં અથવા ચોખાના તંદુરસ્ત વિકલ્પ તરીકે મિલેટની લોકપ્રિયતામાં વધારો થઈ રહ્યો છે.

 

LEAVE A REPLY