ભારતે ફિલિપાઈન્સને બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ્સનો પ્રથમ જથ્થો તાજેતરમાં સોંપ્યો હતો. ફિલિપાઈન્સ, બ્રહ્મોસ મિસાઇલ મેળવનાર પ્રથમ દેશ છે. ભારતે જાન્યુઆરી 2022માં ફિલિપાઈન્સને બ્રહ્મોસ મિસાઇલના વેચાણ માટે 375 મિલિયન ડોલરના કરાર કર્યા હતા. ઈન્ડિયન એરફોર્સે સી-17 ગ્લોબ માસ્ટર વિમાન દ્વારા આ મિસાઇલ્સને ફિલિપાઈન્સ મરીન કોર્પ્સને સોંપી હતી. આ મિસાઇલ્સની સ્પીડ 2.8 મેક અને મારક ક્ષમતા 290 કિ.મી. છે. એક મેકની અવાજની ગતિ 332 મીટર પ્રતિ સેકન્ડ હોય છે. ફિલિપાઈન્સને સોંપાયેલી મિસાઇલની ઝડપ અવાજની ગતિથી 2.8 ગણી વધારે છે. ફિલિપાઈન્સને એ સમયે મિસાઇલ સિસ્ટમની ડિલીવરી મળી છે, જ્યારે તેનો સાઉથ ચીન સરહદની પર તણાવ વધ્યો છે. ફિલિપાઈન્સ બ્રહ્મોસની 3 મિસાઇલ સીસ્ટમને સાઉથ ચીનના દરિયામાં ગોઠવશે, જેથી ચીનના ખતરાને ટાળી શકાય.