પશ્ચિમી દેશોના વિરોધ છતાં ભારતે રશિયામાંથી ડિસ્કાઉન્ટ ભાવે ક્રૂડ ઓઇલની કરીને આશરે રૂ.35,000 કરોડની બચત કરી હોવાનો અંદાજ છે. 

ભારતે આ વર્ષના પ્રથમ 3 મહિનામાં રશિયા પાસેથી 6.6 લાખ ટન ક્રૂડ ઓઈલની આયાત કરી હતી. બીજા 3 મહિનામાં તે વધીને 84.2 મિલિયન ટન થઈ ગયું. આ દરમિયાન રશિયાએ પણ પ્રતિ બેરલ 30 ડોલરનું ડિસ્કાઉન્ટ આપ્યું હતું. તેના કારણે પ્રથમ 3 મહિનામાં એક ટન ક્રૂડ ઓઈલની આયાતનો ખર્ચ લગભગ 790 ડોલર થયો હતો. 

ત્યારબાદ બીજા 3 મહિનામાં તે ઘટીને 740 ડોલર રહી ગઈ હતી. આમ ભારતને કુલ 3,500 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. આ સમયગાળામાં અન્ય સ્ત્રોતો પરથી આયાતનો ખર્ચ વધ્યો હતો. 2022માં રશિયામાંથી સસ્તા તેલની આયાતમાં 10 ગણો વધારો થયો છે. ટર્નઓવર 11.5 અબજ ડોલર સુધી પહોંચી ગયું છે. તે વર્ષના અંત સુધીમાં રેકોર્ડ 13.6 અબજ ડોલર સુધી પહોંચવાની પ્રબળ શક્યતા છે. ભારત ચીન બાદ રશિયા ક્રૂડ ઓઈલના બીજા સૌથી મોટા ખરીદદાર તરીકે ઉભરી આવ્યું છે. 

જુલાઈમાં રશિયા ભારતનું ત્રીજું સૌથી મોટું ક્રૂડ સપ્લાયર બની ગયું હતું જેણે સાઉદી અરેબિયાને ત્રીજા સ્થાન પર રાખી દીધું હતું. જોકે, ત્યારબાદ સાઉદી અરેબિયા ઓગષ્ટ સુધીમાં ફરી પોતાની સ્થિતિમાં આવી ગયું હતું અને રશિયા આરત માટે ત્રીજુ સૌથી મોટું ક્રૂડ સપ્લાયર બની ગયું છે. આંકડા દ્વારા જાણી શકાય છે કે, એપ્રિલથી જુલાઈ દરમિયાન રશિયા પાસેથી ભારતની ખનિજ તેલની આયાત 8 ગણી વધીને 11.2 અબજ ડોલર થઈ ગઈ છે જ્યારે ગયા વર્ષે આટલા જ સમયમાં તે 1.3 અબજ ડોલર હતી. 

માર્ચ બાદથી જ્યારે ભારતે રશિયા પાસેથી આયાત વધારી તો તે આયાત 12 અબજ ડોલરથી ઉપર થઈ ગઈ છે જે ગયા વર્ષે 1.5 અબજ ડોલરથી થોડી વધારે હતી. તેમાંથી લગભગ 7 અબજ ડોલર આયાત જૂન મહિનામાં થઈ હતી. ભારત માટે ક્રૂડની કિંમતો મહત્વની છે કારણ કે આ આયાત 83 ટકા માંગ પૂરી કરે છે. ભારત સરકાર આમાં ઘણો ખર્ચ કરે છે. 

દેશનું ક્રૂડ આયાત બિલ 2021-22માં બમણું થઈને 119 બિલિયન ડોલર થઈ ગયું છે. તેનાથી સરકારી નાણામાં ઘણું દબાણ આવ્યું અને મહામારી બાદ આર્થિક સુધાર પર અસર પણ પડી છે. તાજેતરમાં જ નાણા મંત્રી નિર્મલા સીતારમણે એક સેમિનારમાં કહ્યું હતું કે, રશિયા પાસેથી તેલની આયાત કરવી એ ફુગાવા વ્યવસ્થાપન વ્યૂહરચનાનો એક ભાગ હતો અને અન્ય દેશો પણ તે જ કરી રહ્યા હતા. 

 

LEAVE A REPLY