રશિયાના પ્રધાને તાજેતરમાં જણાવ્યું હતું કે ભારત અને રશિયા વચ્ચે પ્રવાસને સરળ બનાવવા માટેના દ્વિપક્ષીય કરાર માટે જૂનમાં મંત્રણા ચાલુ થશે. મોસ્કો અને નવી દિલ્હી વિઝા-ફ્રી ગ્રૂપ ટુરિસ્ટ એક્સ્ચેન્જ ચાલુ કરીને પ્રવાસન સંબંધોને મજબૂત કરવા માટે સજ્જ છે.

રશિયન આર્થિક વિકાસ મંત્રાલયના બહુપક્ષીય આર્થિક સહકાર અને વિશેષ પ્રોજેક્ટ્સ વિભાગના ડાયરેક્ટર નિકિતા કોન્દ્રાત્યેવને ટાંકીને આરટી ન્યૂઝે જણાવ્યું હતું કે ભારત આંતરિક રાજ્ય સમન્વયના અંતિમ તબક્કામાં છે. ડ્રાફ્ટ કરાર પરની પ્રથમ ચર્ચાવિચારણા જૂનમાં થવાની ધારણા છેઅને વર્ષના અંત સુધીમાં હસ્તાક્ષર થવાની અપેક્ષા હતી.

કોન્દ્રાત્યેવે કહ્યું કે રશિયાએ ચીન અને ઈરાન સાથે વિઝા ફ્રી ટુરિસ્ટ એક્સચેન્જ સમજૂતી કરી છે અને તેને સફળતા મળી છે.

LEAVE A REPLY