ઐતિહાસિક પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટમાંથી ખસી જવાના અમેરિકાના નિર્ણયનs વાજબી ઠેરવતા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે છેલ્લી પ્રેસિડેન્શિયલ ડિબેટમાં જણાવ્યું હતું કે ચીન, ભારત અને રશિયા તેમની પ્રદૂષિત હવાની કાળજી રાખતા નથી.
નેશવિલે, ટેનેસીમાં જો બિડેન સામેની અંતિમ ડિબેટમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે ચી તરફ નજર કરો, તે કેટલું પ્રદૂષિત છે. રશિયા તરફ નજર કરો. ભારત તરફ નજર કરો. હવા ખૂબ જ પ્રદૂષિત છે. અમેરિકામાં સૌથી વધુ સ્વચ્છ હવા છે, સૌથી સ્વચ્છ પાણી છે. કાર્બન ઉત્સર્જન માટે અહીં શ્રેષ્ઠ ઉપાયો છે.
ક્લાઇમેટ ચેન્જ અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે પેરિસ સંધિમાંથી હું નીકળી ગયો હતો, આપણે ટ્રિલિયન્સ ડોલર કાઢવા પડતા હતા અને આપણી સાથે અન્યાય થતો હતો. ક્લાઇમેટ ચેન્જ માટે પૂરતા પગલાં ન લેવા માટે ટ્રમ્પે ભારત અને ચીન સામે વારંવાર આરોપ લગાવ્યા હતા. 2017માં ટ્રમ્પે 2015ની પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટમાંથી નીકળી જવાનો નિર્ણય કર્યો હતો.