ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 22 એપ્રિલે બેઠક યોજ્યા બાદ યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સને જણાવ્યું હતું કે રશિયા અંગે ભારતના વલણમાં ફેરફાર થશે નહીં. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે રશિયા અંગે ભારતનું વલણ ઐતિહાસિક રીતે ઘણું જાણીતું છે. તેમાં ફેરફાર થશે નહીં અને તે સાચું છે, પરંતું તેઓ જાણે છે કે શું થઈ રહ્યું છે અને યુકે સાથે વધુ કામગીરી કરવા માટેની જરૂરિયાતમાં વધારો થઈ રહ્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે યુક્રેન પર રશિયાના આક્રમણ પછીથી અમેરિકાની આગેવાની હેઠળ પશ્ચિમ દેશોએ રશિયા પર આકરા પ્રતિબંધો મૂક્યો છે. આ પ્રતિબંધોનો ભારત પણ અમલ કરે તેવું પશ્ચિમી દેશો ઇચ્છે છે.