યુએનમાં રશિયા વિરુદ્ધના મતદાનમાં ભારતની ગેરહાજરી અંગેના એક પ્રશ્નનો જવાબ આપતા અમેરિકાના ભૂતપૂર્વ રાજદ્વારીએ અમેરિકાના સાંસદોને જણાવ્યું હતું કે ભારતની રશિયા સાથે મજબૂરી અને ચીન સાથે સીમા વિવાદ છે. અમેરિકાના વિદેશ વિભાગમાં સંખ્યાબંધ હોદ્દા પર કામ કરી ચુકેલા અતુલ કશ્યપે જણાવ્યું હતું કે ભારતને રશિયા સાથે મજબૂરી છે અને તેને પડોશમાં ચીન સાથે સીમા વિવાદ છે. હું માનું છું કે અમેરિકન તરીકે આપણે તેમની લોકશાહી અને વ્યવસ્થાની વિવિધતા માટે ભારતીય સાથે સમાનતા ધરાવીએ છીએ. આપણે મિત્રો તરીકે આ મુદ્દાની વિચારણા કરવી જોઇએ, કારણ કે આપણે વિશ્વમાં બે સૌથી મહાન લોકશાહીની મજબૂતાઈનો સંકેત આપવાનો છે.