નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન કોરોના વાયરસના કારણે લોકડાઉન, વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ અને કેટલાક ક્ષેત્રોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના કડક નિયંત્રણના કારણે આર્થિક પ્રવૃત્તિ ઉપર બ્રેક લાગી હતી. આ રીતે જોવા જઈએ તો દેશના અર્થતંત્રમાં વર્ષ 2020માં 85 વ્યક્તિઓ પાસે 17.34 ટકા હિસ્સો હતો જયારે 2021માં તેમની સંપત્તિનો હિસ્સો વધી 27.6 ટકા થઇ ગયો છે. આમ અમીરોની સંખ્યામાં 40 ટકાનો વધારો નોંધાયો છે.
કેલેન્ડર વર્ષ 2020માં મુકેશ અંબાણીની સંપત્તિમાં 18.4 બિલિયન ડોલરનો વધારો થયો હતો. ડોલર રૂપિયાના વર્તમાન બજાર ભાવે આ વૃદ્ધિ દૈનિક રૂ.380 કરોડની થવા જાય છે. દરમિયાન ગૌતમ અદાણીની સંપત્તિ વર્ષ 2019ના અંતે 20 બિલિયન ડોલરની હતી.
સતત બે વર્ષથી તેમની સંપત્તિમાં અન્ય વ્યક્તિઓ કરતા વધારે તીવ્ર વૃદ્ધિ જોવા મળી રહી છે. બે વર્ષમાં દૈનિક રૂ.640 કરોડની વૃદ્ધિ સતત બે વર્ષથી ગુજરાત સ્થિત ઉદ્યોગ સાહસિકની સંપત્તિમાં જોવા મળી રહી છે.
અબજોપતિનોની આ યાદીમાં મોટાભાગના વ્યક્તિઓ કૌટુંબિક બિઝનેસ સાહસિકો છે પણ આ વર્ષે તેમાં પ્રથમ પેઢીના સાહસિકો અને સ્ટાર્ટઅપના ફાઉન્ડર પણ જોવા મળી રહ્યા છે. નાયકા કે એફએસએન ઈ કોમર્શના પ્રમોટર ફાલ્ગુની નાયર પાસે લગભગ સાત બિલિયન ડોલરની સંપત્તિ છે અને હવે તે દેશના ટોચના ધનિકોની યાદીમાં 23માં ક્રમે છે.
મેકોટેક ડેવલપરના ફાઉન્ડર અભિષેક લોધા 6.73 બિલિયન ડોલરની સંપત્તિ સાથે, પેટીએમના વિજય શેખર શર્મા 1.04 બિલિયન ડોલર અને ક્લીન સાયન્સના એ. આર. બોબો 2.71 બિલિયન ડોલર સાથે હવે અબજોપતિની યાદીમાં આવી ગયા છે.
જોકે, 104.7 બિલિયન ડોલર કે રૂ.7.85 લાખ કરોડની સંપત્તિ સાથે મુકેશ અંબાણી ફરી દેશના ટોચના ધનિકની યાદીમાં પ્રથમ ક્રમે છે. તેમની સંપત્તિ ગત વર્ષ કરતા 21.4 ટકા વધી છે. બીજાક્રમે અદાણી જૂથના ગૌતમ અદાણી આવે છે. અદાણી કુટુંબની સંપત્તિ કેલેન્ડર વર્ષ 2021માં બમણી થઇ છે અને હવે 82.43 બિલિયન ડોલર છે. સતત બીજા વર્ષે સંપત્તિની વૃદ્ધિમાં તે દેશમાં ટોચના ક્રમે આવે છે.