કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા મંગળવારે સવારે 2 લાખ 65 હજારને પાર થઈ ગઈ છે. વીતેલા 24 કલાકમાં 9,987 નવા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેરા કરાયેલા આંકડા મુજબ, દેશમાં અત્યારે 2,66,595 કોરોનગ્રસ્ત દર્દીઓ છે. આ ઉપરાંત 7466 લોકોના કોરોનાને કારણે મોત થઈ ગયા છે.
મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી અને ગુજરાત જેવા રાજ્યો કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 88,528 કોરોના વાયરસના કેસ નોંધાયા છે જેમાંથી 44,384 એક્ટિવ કેસ છે. દિલ્હીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 29,943 છે જેમાંથી 874 લોકોના મોત થઈ ગયા છે.
તમિલનાડુમાં કોરોના વાયરસના કેસ 33,229 થઈ ગયા છે. જેમાંથી 15,416 એક્ટિવ કેસ છે જ્યારે 286 લોકોના મોત થઈ ગયા છે. રાજસ્થાનમાં 10,763 અને ઉત્તરપ્રદેશમાં 10,974 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે.