ભારત સરકારે મંગળવારે મોડી રાત્રે પેટ્રોલિયમ ક્રૂડ, એટીએફ (એવિએશન ટર્બાઇન ફ્યુઅલ) અને ડીઝલ પરના વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. સરકારે પેટ્રોલિયમ ક્રૂડ પરનો ટેક્સ ₹12,200/ટનથી ઘટાડીને ₹9,050/ટન કર્યો હતો. આ ફેરફારનો અમલ 18 ઓક્ટોબરથી થયો છે.
યુક્રેન પર રશિયાના આક્રમણ પછી ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ વચ્ચે ક્રૂડ ઓઇલની શોધખોળ અને ઉત્પાદક કંપનીઓને ભારે નફો થયો હતો તેથી કેન્દ્રે સૌપ્રથમ સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઈલના વેચાણ પર વિન્ડફોલ ટેક્સ લાદ્યો હતો. સરકાર એટીએફ પર વિન્ડફોલ ટેક્સ લીટર દીઠ ₹3.50 ઘટાડીને ₹1ર અને ડીઝલ પર ₹5 ઘટાડીને ₹4 કર્યો હતો. અગાઉના મહિનામાં, નાણા મંત્રાલયે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઇલ પર વિન્ડફોલ ટેક્સ વધારીને ₹12,100 પ્રતિ ટન કર્યો હતો.