યુકેની યુનિવર્સિટીઓમાં કેમ્પસ સ્ટડી ફરીથી શરૂ થવાની તૈયારી થઇ રહી છે અને આવતા મહિને નવી ટર્મ શરૂ થઇ રહી છે ત્યારે યુકે સરકારે ભારતને રેડ લીસ્ટમાં મૂકતા સૌથી વધારે અસર ભારતીય વિદ્યાર્થીઓને થઇ છે.
નેશનલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન યુકે (NISAU-UK)એ જણાવ્યું હતું કે “અમને ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ તરફથી બાંહેધરી મળી છે કે યુકેમાં રહેવાના માન્ય માર્ગ થકી વિદ્યાર્થીઓ યુકેમાં પ્રવેશ કરી શકે છે, ભલે તેમની પાસે લેન્ડ કરતી વખતે બાયમેટ્રિક રેસીડેન્સ પરમિટ ન હોય.”
NISAU-UK જૂથ વિધ્યાર્થીઓને ફરજિયાત કોવોરેન્ટાઇનમાં રાહત મળે તે માટે વિનંતી કરી રહ્યું છે. બીજી તરફ યુકેની કેટલીક યુનિવર્સિટીઓ પણ આવા વિદેશી વિદ્યાર્થીઓમાંથી કેટલાકને ટેકો આપવા માટે કેમ્પસ પર જ ક્વોરેન્ટાઇન રહેઠાણની પ્રોસેસમાં સહાય કરવા માટે તત્પર હોવાની રજૂઆત સરકારને કરી છે.
યુકેની અગ્રણી યુનિવર્સિટીઓનાં પ્રતિનિધિ જૂથ યુનિવર્સિટીઝ યુકે ઇન્ટરનેશનલ (UUKi) એ કહ્યું છે કે સરકારને આવી ક્ષમતા પૂરી પાડવામાં મુશ્કેલી પડી શકે છે, પણ તેમણે યુનિવર્સિટીઓમાં જ્યાં આવાસ છે ત્યાં હોટલ જેવી ક્વોરેન્ટાઇન સિસ્ટમના ધોરણને પૂર્ણ કરી શકે છે કે કેમ તે જોવું જોઈએ.’’