વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત સત્તાવાર રીતે 2036 ઓલિમ્પિકની યજમાની કરવાની દેશની મહત્ત્વકાંક્ષા જાહેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારત 2036માં ઓલિમ્પિકના સફળ આયોજનની તૈયારીમાં કોઈ કસર છોડશે નહીં. મને ખાતરી છે કે ભારતને IOC તરફથી સતત સમર્થન મળશે.
જિયો વર્લ્ડ સેન્ટર ખાતે 141મા ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) સત્રના ઉદ્ઘાટન પછી વડાપ્રધાન બોલી રહ્યાં હતા. તેમણે કહ્યું હતું કે અમે 2029 યુથ ઓલિમ્પિકની યજમાની કરવા પણ ઇચ્છુક છીએ, મને ખાતરી છે કે ભારતને IOC તરફથી સતત સમર્થન મળશે. ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની ઐતિહાસિક જીત બદલ વડાપ્રધાનો ટીમ ઈન્ડિયાને અભિનંદન પણ આપ્યાં હતા.
ભારતે ક્યારેય ઓલિમ્પિક્સ ગેમ્સનું આયોજન કર્યું નથી, પરંતુ 2010માં દિલ્હીમાં કોમનવેલ્થગેમ્સ યોજાઈ હતી. ભારત સહિતના દેશો ઓલિમ્પિકનું આયોજન કરવાની ઇચ્છા ધરાવે છે. 2023નો સમર ઓલિમ્પિક્સ પેરિસમાં 2028નો લોસ એન્જેલસમાં અને 2032ની ઓલિમ્પિક્સ ગેમ્સ બ્રિસબેનમાં નિર્ધારિત છે.