વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સે વિશ્વમાં વધુ ગોલ્ડ રિઝર્વ રાખનાર ટોચના દેશોની યાદી જાહેર કરી હતી. વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકા ગોલ્ડ રિઝર્વ મામલે ટોપ પર છે. 8,133 મેટ્રિક ટન સોના સાથે અમેરિકા પાસે સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ છે. આ યાદીમાં જર્મની 3,355 મેટ્રિક ટન સોનું સાથે બીજા અને ઇટલી 2,452 મેટ્રિક ટન સોના સાથે ત્રીજા ક્રમે આવે છે.
ભારતની સેન્ટ્રલ બેન્ક પાસે 787 મેટ્રિક ટન ગોલ્ડ રિઝર્વ છે અને તે આ યાદીમાં નવમાં ક્રમે આવે છે. આ ઉપરાંત ફ્રાન્સ પાસે 2,437 મેટ્રિક ટન, રશિયા પાસે 2,299 મેટ્રિક ટન, ચીન પાસે 2,011 મેટ્રિક ટન ગોલ્ડ રિઝર્વ છે. સ્વિટ્ઝર્લૅન્ડમાં 1,040 મેટ્રિક ટન, જાપાનમાં 846 મેટ્રિક ટન સોનું, નેધરલેન્ડ્સમાં 612 મેટ્રિક ટન સોનું, તુર્કીમાં 542 મેટ્રિક ટન ગોલ્ડ રિઝર્વ છે.
ચોથા નંબર રહેલા ફ્રાન્સ પાસે 2,437 મેટ્રિક ટન ગોલ્ડ રિઝર્વ છે. આ યાદીમાં સોનાના ભંડારના મામલે રશિયા પાંચમાં નંબરે આવે છે, તેની પાસે 2,299 મેટ્રિક ટન સોનાનો ભંડાર છે. 2,011 મેટ્રિક ટન ગોલ્ડ રિઝર્વ સાથે ચીન યાદીમાં છઠ્ઠા સ્થાને છે. ગોલ્ડ રિઝર્વ મામલે ભારત નવમાં સ્થાને છે. ભારત પાસે 787 મેટ્રિક ટન ગોલ્ડ રિઝર્વ છે. નેધરલેન્ડ 612 મેટ્રિક ટન સોનાના ભંડાર સાથે 10મા ક્રમે છે. પાકિસ્તાન પાસે માત્ર 64 મેટ્રિક ટન સોનાનો ભંડાર છે.