India ranks first in Asia Cup archery with five golds
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

યુએઈના શારજાહમાં યોજાઈ ગયેલી એશિયા કપ તિરંદાજી સ્પર્ધાના સ્ટેજ થ્રીમાં ભારતે શાનદાર દેખાવ કરતાં પાંચ ગોલ્ડ મેડલ સાથે કુલ 10 મેડલ જીતી લીધા હતા. આ સાથે મેડલ ટેબલમાં ભારત ટોચના સ્થાને રહ્યું હતુ. કમ્પાઉન્ડ તીરંદાજીમાં ભારતના કુલ સાત મેડલ હતા. જ્યારે ટીમને એકંદરે ત્રણ સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ પણ મળ્યા હતા.  

કમ્પાઉન્ડ તીરંદાજીમા મહિલાઓની વ્યક્તિગત ઈવેન્ટમાં ભારતે ત્રણેય મેડલ જીતી લઈને ક્લિન સ્વીપ કરી હતી. પ્રગતીઅદિતી સ્વામી અને પરનીત કૌરની ત્રિપુટીએ અનુક્રમે ગોલ્ડસિલ્વર અને બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા હતા. જ્યારે ભારતીય મેન્સ ટીમે પણ ફાઈનલમાં સાઉથ કોરિયાને 6-4થી હરાવીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. કમ્પાઉન્ડ તીરંદાજીની મેન્સ વ્યક્તિગત ઈવેન્ટમાં પ્રિયાંશ અને ઓજસે અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યા હતા.  

રીકર્વમાં ભારતના આકાશમૃણાલ ચૌહાણ અને પાર્થ સાળુંકેની ત્રિપુટીએ શાનદાર દેખાવ સાથે ગોલ્ડન સફળતા હાંસલ કરી હતી. તો ત્રિશા પુનિયા અને પાર્થ સાળુંકેની જોડીએ મિક્સ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.   

LEAVE A REPLY