ભારતમાં સંક્રમિતોનો આંકડો રવિવારે 1.89 લાખ થઇ ગયો છે. ભારત હવે કેસની સંખ્યામાં જર્મનીના 1.83 લાખ અને ફ્રાન્સના 1.88 લાખથી આગળ નિકળી ગયું છે. વિશ્વમાં સૌથી વધુ સંક્રમિત દેશોની યાદીમાં ભારત હવે 9માથી 7મા સ્થાને આવી ગયું છે. રવિવારે સાંજ સુધી દેશમાં કુલ એક લાખ 89 હજાર 765 કેસ સામે આવી ચૂક્યા છે.
છેલ્લા બે દિવસથી દરરોજ 8 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે.સૌથી વધારે સંક્રમિતોની યાદીમાં અમેરિકા પહેલા સ્થાન પર છે. અહીં 18 લાખથી વધારે કેસ છે. બ્રાઝીલમાં પાંચ લાખથી વધુ કેસ છે અને તે ત્રીજા ક્રમે છે. રશિયામાં મહામારીની અસર બાકી દેશોની સરખામણીએ થોડી મોડી શરૂ થઇ અને અત્યારે તે ત્રીજા સ્થાને છે.
દેશમા લોકડાઉન વધશે તેવી ચર્ચા હતી પરંતુ સરકારે શનિવારે અનલોક-1નો ફોર્મ્યુલા જાહેર કર્યો. કેન્દ્રએ નવા નામથી લોકડાઉનના કાયદા બનાવ્યા. તે અંગે ગૃહ મંત્રાલયે સાત પાનાની ગાઇડલાઇન જાહેર કરી હતી.