વિશ્વના સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ ધરાવતા દેશોની ફોર્બ્સની યાદીમાં અમેરિકા ટોચના સ્થાને રહ્યું હતું, જ્યારે જર્મની બીજા ક્રમે રહ્યું હતું. સોનાનો સૌથી વધુ અનામત ભંડાર ધરાવતા દેશોની યાદીમાં ભારત નવમા સ્થાને રહ્યું હતું, જ્યારે યુકે 310.29 ટનના સોનાના ભંડાર સાથે રેન્કિંગમાં 17મા સ્થાને રહ્યું હતું.

અમેરિકા પાસે 8,1336.46 ટન, જ્યારે ભારત પાસે 800.78 ટન ગોલ્ડ રિઝર્વ છે. દેશની આર્થિક સ્થિરતા સુનિશ્ચિત કરવામાં સોનાનો ભંડાર મહત્વનો ભાગ ભજવે છે. તે ખાસ કરીને યુદ્ધ જેવા નાણાકીય અનિશ્ચિતતાના સમયમાં સૌથી વિશ્વસનીય એસેટ ગણાય છે.

ટોપ ટેન દેશમાં અમેરિકા પાસે 8,1336.46 ટન, જર્મની પાસે 3,352.65 ટન, ઇટાલી       પાસે 2,451.84 ટન, ફ્રાંસ પાસે 2,436.88 ટન, રશિયા પાસે 2,332.74 ટન, ચીન પાસે 2,191.53, સ્વિટ્ઝર્લેન્ડ પાસે 1,040.00 ટન, જાપાન        પાસે 845.97 ટન, ભારત પાસે 800.78 ટન અને નેધરલેન્ડ પાસે 612.45 ટન ગોલ્ડ રિઝર્વ છે.

 

LEAVE A REPLY