ભારતીય રેલવે મોટા સ્ટેશન્સમાંથી ટ્રેનમાં બેસતા મુસાફરો પાસેથી ટૂંકસમયમાં ટોકન યુઝર ફી વસૂલ કરવાનું ચાલુ કરશે. આ પગલાંથી રેલવેની ટિકિટ મોંઘી થશે. રેલવે સ્ટેશનના પુનઃનિર્માણ અને સ્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકરણ માટે આ ચાર્જ વસૂલ કરવામાં આવશે.
એર ટિકિટની જેમ રેલવે યુઝર ચાર્જનો સમાવેશ ટિકિટમાં કરવામાં આવશે. રેલવે બોર્ડના સીઇઓ અને ચેરમેન વી કે યાદવે જણાવ્યું હતું કે આ ચાર્જ એફોર્ડેબલ હશે અને મુસાફરના ખર્ચમાં મોટો વધારો થશે નહીં. રેલવેએ જાહેરાત કરી હતી કે કુલ રેલવે સ્ટેશનના 10થી 15 ટકા સ્ટેશનોમાં પર જ યુઝર ચાર્જ વસૂલાશે. દેશમાં આશરે 7000 રેલવે સ્ટેશન છે. યુઝર ચાર્જ કેટલો હશે એના પર ટૂંકસમયમાં નોટિફિકેશન આવશે.