વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના મહામારી વચ્ચે આંદોલનકારી ખેડૂતોને એક વર્ષ સુધી રોડ પર રાખ્યા હોવાનો આક્ષેપ કરતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે જણાવ્યું હતું કે ભારતમાં હવે એક રાજા છે, જે માને છે કે તેઓ નિર્ણય કરે ત્યારે લોકો ચુપ રહે.
ઉત્તરાખંડના કિચ્ચામાં ચૂંટણીસભાને સંબોધન કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ એવી સરકાર આપવા માગે છે કે જે ખેડૂતો, યુવાનો અને ગરીબોની ભાગીદારીમાં કામ કરે. જો વડાપ્રધાન તમામ લોકો માટે કામ ન કરે તો તેમને વડાપ્રધાન કહી શકાય નહી. આ સંદર્ભમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નથી.
રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે ભારતમાં હાલમાં વડાપ્રધાન નથી. દેશમાં એક રાજા છે, જે માને છે કે રાજા નિર્ણય કરે ત્યારે તમામ ચુપ રહે. સમાજમાં સંપત્તિમાં અસમાનતાનો ઉલ્લેખ કરીને રાહુલે જણાવ્યું હતું કે એક ભારત ઉદ્યોગપતિઓ, ફાઇવ સ્ટાર હોટેલ અને મર્સિડિઝનું છે અને બીજુ ભારત ગરીબો અને બેરોજગારોનું છે, જ્યારે ફુગાવો વધી રહ્યો છે. વસતિના પસંદગીના 100 લોકો પાસે દેશની 40 ટકા સંપત્તિ છે. આવકમાં આવી અસમાનતા બીજે ક્યાંય જોવા મળતી નથી. આપણે બે ભારત નહીં, પરંતુ એક ભારત ઇચ્છીએ છીએ. અમે ઇચ્છીયે છીએ કે અન્યાયનો અંત આવે. યુપીએ સરકારનો ઉદાહરણ આપતા રાહુલે જણાવ્યું હતું કે ખેડૂતોએ લોનમાફીને રજૂઆત કરી હતી અને 10 દિવસમાં લોન માફી થઈ હતી. ખેડૂતોની રૂ.70,000 કરોડની લોન માફ થઈ હ