અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ટોચના રાજદ્વારી માઈક પોમ્પિયોએ તેમના તાજેતરમાં પ્રકાશિત થયેલા સંસ્મરણોમાં દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન 2019માં પરમાણુ યુદ્ધની નજીક આવી ગયા હતા અને અમેરિકાની દરમિયાનગીરીથી સ્થિતિ વણસી અટકી ગઈ હતી.
પોમ્પિયોએ દાવો કર્યો હતો કે 2019માં તેઓ તેમના તત્કાલિન ભારતીય સમકક્ષ સુષ્મા સ્વરાજ સાથે વાતચીત ઉંઘમાંથી જાગ્યા હતા. સુષ્મા સ્વરાજે તેમને કહ્યું હતું કે બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઈકના પગલે પાકિસ્તાન પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું છે અને ભારત તેનો જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે.
પોમ્પિયોએ લખ્યું છે કે “મને નથી લાગતું કે વિશ્વ બરાબર જાણે છે કે ભારત-પાકિસ્તાનની દુશ્મનાવટ ફેબ્રુઆરી 2019માં પરમાણુ ભડકામાં કેવી રીતે ફેલાઈ ગઈ હતી. સત્ય એ છે કે, મને પણ ચોક્કસ જવાબ ખબર નથી; હું જાણું છું કે તે ખૂબ નજીક હતું.”
અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ પ્રધાને જણાવ્યું છે કે તેમણે સુષ્મા સ્વરાજ સાથે વાતચીત કરી હતી. સુષ્મા સ્વરાજને “માનતા હતા કે પાકિસ્તાનીને તેના પરમાણુ શસ્ત્રો હુમલા માટે તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. ભારત પણ તેના જવાબની તૈયારી કરી રહ્યું છે. મે આ મુદ્દાને ઉકેલ માટે એક મિનિટનો સમય માંગ્યો હતો. ભયાનક પરિણામ ટાળવા માટે અમે તે રાત્રે જે કર્યું તે અન્ય કોઈ રાષ્ટ્ર ન કરી શક્યું હોત.”
સુષ્મા સ્વરાજની ટીકા કરતી ટિપ્પણીઓમાં પોમ્પિયોએ લખ્યું છે ભારતની વિદેશ નીતિની ટીમમાં સુષ્મા સ્વરાજ મહત્વપૂર્ણ ખેલાડી ન હતા. તેમના બદલે, મેં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે વધુ નજીકથી કામ કર્યું હતું. ડોભાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ. અને નજીકના સાથી છે. ઉષ્મા સ્વરાજે મે 2014થી મે 2019સુધી પ્રથમ મોદી સરકારમાં વિદેશ પ્રધાન તરીકે સેવા આપી હતી. ઓગસ્ટ 2019માં તેમનું અવસાન થયું હતું.
જયશંકરના ભરપૂર વખાણ
ભારતના હાલના વિદેશ પ્રધાન એસ જયશંકરની પ્રશંસા કરતા પોમ્પિયોએ લખ્યું છે કે મારા બીજા ભારતીય સમકક્ષ સુબ્રહ્મણ્યમ જયશંકર હતા. મે 2019માં અમે ભારતના નવા વિદેશ પ્રધાન તરીકે “J” નું સ્વાગત કર્યું. આનાથી વધુ સારા સમકક્ષને હું અપેક્ષા ન રાખી શકું.. હું આ વ્યક્તિને પ્રેમ કરું છું. તેઓ અંગ્રેજી સહિત સાત ભાષાઓ બોલે છે અને તેઓ મારા કરતાં કંઈક અંશે વિશેષ છે. જયશંકર “પ્રોફેશનલ, તર્કસંગત તથા તેમના બોસ અને તેમના દેશના ઉગ્ર સંરક્ષક” છે.